સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ભાવનગરના મહુવામાં દોઢ ઇંચ વરસાદ: ભાવનગર શહેરમાં ઝરમર ઝરમર

શહેરમાં અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં ઝરમર ઝરમર અને હળવા ભારે ઝાપટા વરસ્યા

( વિપુલ હિરાણી  દ્વારા ) ભાવનગર : ભાવનગર જિલ્લાના મહુવામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે . જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદી માહોલ વચ્ચે છૂટોછવાયો વરસાદ પડયો છે.

ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે માત્ર મહુવામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે .જ્યારે ભાવનગર શહેરમાં અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં ઝરમર ઝરમર અને હળવા ભારે ઝાપટા વરસ્યા છે
આજે સવારના 6 થી સાંજના 6 દરમિયાન ભાવનગરના વલભીપુરમાં 6 મી.મી.ભાવનગર શહેર માં 1 મી.મી. તળાજા માં 9 મી.મી.,પાલીતાણા 7 મી.મી. મહુવા માં 31 મી.મી. શિહોરમાં 5 મી.મી.  અને ઘોઘામાં 5 મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારેવાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(7:03 pm IST)