સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

રાવલ ગામમાં પાણી ભરાતા વિસ્તારની સમીક્ષા કરતા જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા

પાણીનો યોગ્ય નિકાલ થાય તે અંગે તકેદારી રાખવા સ્થાનિક તંત્રને જરૂરી સૂચનાઓ આપી

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાવલ ગામ કે જેમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ત્યારે જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજાએ રાવલ ગામમાં પાણી ભરાતા વિસ્તારની સ્થળ પર જઈ સમીક્ષા કરી હતી. અને પાણીનો યોગ્ય નિકાલ થાય તે  અંગે તકેદારી રાખવા સ્થાનિક તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત ગામમાં રહેલા સગર્ભા બહેનોની, વૃધો, અશક્ત લોકોની યાદી બનાવી જરૂર પડ્યે અન્ય સ્થળ પર રહેવાની વ્યવસ્થા કરવા અંગે પણ સૂચનાઓ આપી હતી.

(8:34 pm IST)