સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

મોરબીના વિદ્યાર્થીઓને હવે રાજકોટ કે અમદાવાદ નહી જવુ પડે.

મોરબી નવયુગ કોલેજમાં શરૂ થશે MBA અને M.Scના પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્ષ.

મોરબી :  નવયુગ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષ શરૂ થવા જઇ રહ્યા છે.વિજ્ઞાન અને ગણિતના તજજ્ઞો અને શિક્ષકો આ કોલેજમાંથી જ મળી રહેશે.

MBA અને M.Sc (Microbiology) જેવા પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના બે અભ્યાસક્રમ નવયુગ કોલેજમાં શરૂ થઇ રહ્યા છે.
મોરબીના સ્ટુડન્ટ્સને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે રાજકોટ,અમદાવાદ જેવા મોટા શહેરોમાં જવું પડતું હતું.તે હવે ઘર આંગણે મોરબીની સર્વશ્રેષ્ઠ નવયુગ કોલેજમાં MBA અને M.Sc જેવા માસ્ટર ડીગ્રીના કોર્ષ ઉપલબ્ધ થઈ રહ્યા છે.
આથી મોરબી શહેર એટલે સીરામીકનું હબ અને ઈન્ડસ્ટ્રીયલનું હબ ને હવે બેસ્ટ મેનેજમેન્ટની યુવાનોની ટીમ NAVYUG MBA માંથી મળી રહેશે. તેમજ NAVYUG MSCમાંથી સાયન્ટીસ્ટ જેવા માઈન્ડ ધરાવતા યુવાનો તૈયાર થશે.
મોરબીના શિક્ષણ જગતને science અને Mathsના શિક્ષકો તથા તજજ્ઞો પણ અહીંથી મળી રહેશે.મોરબીને સારા અધિકારીની ટીમ મળી રહેશે.
આવા માસ્ટર ડિગ્રીના બે કોર્ષની મોરબીના આજુબાજુના વિદ્યાર્થીઓને ભેટ આપતાં સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા હર્ષની લાગણી અનુભવે છે.

(11:38 pm IST)