સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓના ગામડાઓમાં વીજળી ગુલ ગીર સોમનાથ અને કુતિયાણાના ઘેડ વિસ્તારમાં અંધારપટ્ટ

અમરેલી જિલ્લાના 700 જેટલા ગામોમાં વીજળી ગુલ : PGVCLએ લોર્ડ શેડિંગનું કારણ જણાવી વીજ કાપ લગાવ્યો :જેટકોના આદેશ બાદ સમસ્ત ગ્રામ્ય વિસ્તારમાં અંધારપટ છવાતા હજારો લોકો વીજળી વગર પરેશાન

 સૌરાષ્ટ્રમાં કેટલાય જિલ્લાઓના ગામડામાં વીજળી ગુલ થતા હજારો લોકો પરેશાન થયા છે જાણવા મળતી વિગત મુજબ ગીર સોમનાથમાં જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે વીજળી ગુલ થઈ જતા હેરનગતિમાં વધારો થયો છે.

 જિલ્લાના તમામ ગામોમાં વીજળી કાપનો જેટકોએ આદેશ આપ્યો છે.જેટકોના આદેશ બાદ સમસ્ત ગ્રામ્ય વિસ્તારમાં અંધારપટ છવાયું છે. હજારો લોકો વીજળી વગર પરેશાન થઈ ગયા છે.

  અમરેલીના 11 તાલુકા મથકોના ગામડાઓમાં વીજળી ગુલ થઈ છે. અમરેલી જિલ્લાના લાઠી,લીલીયા ,બાબરા,સાવરકુંડલા,બગસરા,ધારી, રાજુલા,જાફરાબાદ,વડિયાના ગ્રામ્ય પંથકમાં વીજ કાપ કરવામાં આવ્યો છે. PGVCLએ લોર્ડ શેડિંગનું કારણ જણાવી વીજ કાપ લગાવ્યો છે.તેવું જાણવા મળે છે

(11:50 pm IST)