સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th August 2021

રાપર નજીક કતલખાને લઇ જવાતાં ૧૪ ગધેડા બચાવી લેવાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૬ : રાપરના ભીમાસર ત્રણ રસ્તા પાસે પિક અપ જીપમાં કતલખાને લઈ જવાતા ૧૪ ગધેડાને બચાવી લેવાયા છે.

ભીમાસરના સરપંચ સંકેત બાબુભાઈ રાજપૂત, ઉપ સરપંચ કાંતિ વીરાભાઇ વજાણી અને ગ્રામજનોએ પિક અપ વન અટકાવી અંદર ઠાંઠામાં ક્રૂરતાપૂર્વક ઠસોઠસ બાંધીને રાખેલા ૧૪ ગધેડાઓ સાથે ચાલક લતીફ અબ્દુલ કુંભાર (રાપર) ને પકડ્યો હતો.

આ અંગે આડેસર પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:15 pm IST)