જામનગરના લોહાણા સમાજના પ્રમુખ અને રાજકીય અગ્રણી જીતુભાઇ લાલનું ફેસબુક એકાઉન્ટ હેક : અજાણ્યા શખ્સોએ પાકિસ્તાનનો ઝંડો મુકી દીધો
જામનગર સાયબર પોલીસમાં ફરિયાદ બાદ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુન્હો : તપાસનો ધમધમાટ
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૬ : જામનગર લોહાણા સમાજના પ્રમુખ અને રાજકીય અગ્રણી જીતુભાઇ લાલનું ફેસબુક એકાઉન્ટ હેક થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. અજાણ્યા શખ્સોએ ફેસબુક એકાઉન્ટમાં પાકિસ્તાનનો ધ્વજ મુકી દેતા સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી છે.
ઉદ્યોગપતિ જીતુ લાલના ફેસબુક એકાઉન્ટ પર અનેક મિત્રો છે આ ફેસબુક એકાઉન્ટ થોડા દિવસ પહેલા કોઈ અજાણ્યા શખ્શે હેક કરી તેમા પાકિસ્તાની ઝડો દર્શાવ્યો હતો આ અગે તેમણે તપાસ કરતા ખબર પડી કે તેમનુ એકાઉન્ટ હેક થઈ ગયુ છે અને કોઈ અજાણ્યો શખ્સ તેમના એકાઉન્ટ પર પોસ્ટિગ કરી રહ્યા છે.
જીતુ લાલને પોતાના મિત્ર વર્તુળમાથી ખબર પડતા તેઓ ચોકી ઊઠયા હતા તેમણે ગુરૂવારની રાત્રે સાયબર પોલીસ સ્ટેશનમા અજાણ્યા શખ્સ વિરૂદ્ઘ ફોજદારી ફરિયાદ નોધાવી હતી પોલીસે જીતુ લાલની ફરિયાદ નોધીને અજાણ્યા શખ્સ વિરુદ્ઘ કાર્યવાહી હાથ ધરી છે. સાયબર પોલીસ હવે આ મામલે ફેસબુકનો સપર્ક કરી વધુ વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
ફેસબુક એકાઉન્ટ હેક થવાની આ ઘટનાથી રાજકીય અને સામાજિક વર્તુળમા ભારે ચકચાર મચી જવા પામી છે આ બનાવની વધુ તપાસ ઇન્સ્ટ્રક્ટર એલ ગાંઘે તથા સ્ટાફ ચલાવી રહ્યા છે.