સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th August 2021

દેશના ચારેય ખૂણામાંથી પસાર થનાર વિજય જ્યોતિ સુવર્ણ મશાલનું વાલસુરામાં સ્વાગત કરાયું

વાલસુરાના અધિકારીઓ, નૌસૈનિકો અને યુવાઓએ ઉસ્તાહભેર વધામણાં કર્યા : ભૂતપૂર્વ સૈનિકોને સન્માનિત કર્યા અને સશસ્ત્ર દળોના બહાદુર સૈનિકોની શહીદીની યાદમાં યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી

જામનગર : દેશના ચાર ખૂણામાંથી પસાર થઈને વિજય જ્યોતિ સુવર્ણ વિજય મશાલ 4 ઓગસ્ટ 21 ના રોજ જામનગર પહોંચી હતી. 1971 ના ભારત-પાક યુદ્ધમાં ભારતની ભવ્ય જીતનાં 50 વર્ષ ઉજવવા માટે ગોલ્ડન વિક્ટરી મશાલે 16 ડિસેમ્બર 20 ના રોજ દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી તેની યાત્રા શરૂ કરી હતી. વિજય જ્યોતિની આ યાત્રા 16 ડિસેમ્બર 21 ના રોજ વોર મેમોરિયલ, દિલ્હી ખાતે સમાપ્ત થશે જે દર વર્ષે વિજય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 06 ડિસેમ્બર 21, શુક્રવારે INS વાલસુરા ખાતે ગોલ્ડન વિજય મશાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળના વહાણ વાલસુરાના અધિકારીઓ, નૌસૈનિકો અને યુવાઓએ  વિજય જ્યોતિને ભારે ઉત્સાહથી વધાવ્યા હતા. આ પ્રસંગે કમાન અધિકારી  કોમોડોર ગૌતમ મારવાહા, VSM, કમાન્ડિંગ ઓફિસર, INS વલસુરાએ ભૂતપૂર્વ સૈનિકોને સન્માનિત કર્યા અને સશસ્ત્ર દળોના બહાદુર સૈનિકોની શહીદીની યાદમાં યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી .

(11:20 pm IST)