સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

કેશોદમાંથી ૧૩ વર્ષનો કિશોર ગુમ

જૂનાગઢ,તા. ૬ : કેશોદ શહેરના ડો.આંબેડકરનગર વણકર વાસ ઉતાવળી નદીના કાંઠે રહેતા રાજેશભાઇ પીઠાભાઇ ચુડાસમાનો ૧૩ વર્ષ ૭ માસનો દિકરો સુખદેવ તા. ૪/૮/૨૦૨૨ને ૭ વાગ્‍યા આસપાસ પોતાના ઘરેથી ગુમ થયો છે. તેમની ઉંચાઇ ૫ ફુટ, બાંધો પાતળો અંગે રંગ ઘઉંવર્ણ છે. તેમના જમણા હાથમાં ઓમ ત્રાજવાથી ત્રોફાવેલ છે. તેમણે લીલા કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્‍ટ પહેરેલ છે. તે ગુજરાતી, હિન્‍દી, અંગ્રેજી અને મરાઠી ભાષા જાણે છે. આ કિશોરની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવા કેશોદ પોલીસે જણાવ્‍યુ છે. 

(10:43 am IST)