સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

પોરબંદરમાં ડો.ગોઢાણિયા શૈક્ષણિક સંકુલની ગુણવતા સુધારવા માટે પ્રયત્‍નોઃ બેઠક મળી

પોરબંદરઃ માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટ સંચાલિત ડો. વિ.આર.ગોઢાણી શૈક્ષણિક સંકુલની શિક્ષણ ગુણવતા સુધારણા માટે રચાયેલી એજયુકેટીવ કમિટીની બેઠક મળી હતી.
હોલ્‍ડ શિક્ષણ પ્રેમી ડો વિરમભાઇ ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્‍સીપાલ ડો.કેતન શાહે ગુણવતા સુધારણા સંદર્ભે ફેકલ્‍ટી સશકિતકરણમાં વિઝીટીંગ લેકચરરો માટે ટીચર્સ ટ્રેનિંગ જરૂરી ગણાવી સ્‍ટડી સર્કલની આ આભ્‍યાસિક પ્રવૃતિની વિસ્‍તૃત જાણકારી આપીને સૌને આવકાર્યા હતા
આ ગોઢાણીમાં સૅકુલમાં ત્રણ સંકુલો આવેલો છે જેમાં ડિગ્રી એન્‍જીનિયરીંગ એમ.બી.એ આઇ.ટી.અભ્‍યાસક્રમો સહિતના કે.જી.થી પી.જી સુધીના અભ્‍યાસક્રમો ચાલી રહ્યા છે પ્રતિવર્ષ સ્‍કીલ બેઇઝ અભ્‍યાસક્રમો નવા શરૂ થઇ રહ્યા છે દિવસે-દિવસે વિદ્યાર્થીઓની સંખ્‍યા વધી રહી છે
આ બેઠકને સંબોધતા ટ્રસ્‍ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણપ્રેમી ડો. વિરમભાઇ ગોઢાણીયા એ જણાવ્‍યું હતું કે શિક્ષકોની વિષય સજ્જતા શિક્ષણની ગુણવતા સુધારણામાં મહત્‍વની છે.
આ બેઠકમાં ટ્રસ્‍ટી શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા છેલ્લા ત્રણ-ચાર માસ દરમિયાન કન્‍યા છાત્રાલયના સશકિતકરણ માટે સક્રિય યોગદાન આપી રહ્યાછે તેમણે છાત્રવાસી શિક્ષણમાં શિૅક્ષણ શિસ્‍ત અને સંસ્‍કાર ઘડતર દીકરીઓનેું થાય છે. આથી છાત્રવાસી શિક્ષણને જીવન ઘડતરમાં શ્રેષ્‍ઠ ગણાવ્‍યું હતું બેઠકમાં ગોઢાણીમાં બી.એડ્‍ કોલેજના પ્રિન્‍સીપાલ અને એકટીવ ટ્રસ્‍ટી ડો. હિનાબેન ઓડેદરાએ આજના સ્‍પર્ધાત્‍મક યુગમાં શિક્ષકોએ પોતાની જાતને અપગ્રેડ કરવા વિષય સજ્જતા જરૂરી લેખાવી સંકુલનું વાર્ષિક કેલેન્‍ડર તૈયાર કરવાની શીખ આપી હતી.
એકઝીકયુટીવ કમિટિની બેઠકમાં વિવિધ ડિપાર્ટમેન્‍ટના પ્રિન્‍સિપાલો ડાયરેકટરો ઉપસ્‍થિત રહ્યા હતા ધવલભાઇ ખેર (આઇ.ટીે. વિભાગ, રણમલભાઇ મોઢવાડીયા (ઇંગ્‍લીશ ગુજરાતી મીડીયમ બી.કોમ) ડો. સુલતાબેન દેવપુરકર(ઇંગ્‍લીશ એમ.એ) રણમલભાઇ કાટાવદરા (બીે.એસ.ડબલ્‍યું) ચિત્રાબેન જુગી(બી.બી.એ.હોસ્‍પિટલ)મેનેજમેન્‍ટ)કેળવણીકાર ડો.ઇશ્વરલાલ ભરડા, શ્વેતાબેન રાવલ (ગર્લ્‍સમા ઉચ્‍ચ માધ્‍યમિક) ભાવનાબેન અટારા (ઇંગ્‍લીશ મિડિયમ પ્રાયમરી માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક) અનિતાબેન પંડયા (પ્રિ.પ્રાયમરી સ્‍કુલ) પૂજાબેન મોઢા (ગુજરાતી પ્રાયમરી સ્‍કુલ) ટ્રસ્‍ટના પર્સનલ સેક્રેટરીશ્રી કમલેશભાઇ થાનકી, કો-ઓર્ડીનેટર શ્રીવિશાલ લોઢારી સહિતના કર્મચારી ભાઇ- બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ બેઠકમાં ચર્ચા-વિચારણા અંતે ડીઝીટલ કલાસરૂમ, સ્‍માર્ટ કલાસરૂમ, મલ્‍ટીમીડીયા પ્રોજેકટ, કલાસરૂમ મોનીટરીંગ, પ્રેકટીશ ટીચિંગલેબ, કન્‍ટેન્‍ટ બેઇઝ ટ્રેનિંગ, અંગે નિર્ણય લેવાયા હતા.

 

(12:31 pm IST)