દામનગરમાં દારૃ સાથે બે ઝડપાયા
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૬: દામનગર પટેલ શેરીમાં આવેલ એક રહેણાંક મકાનની અંદર ઇંગ્લીશ દારૃ છુપાવી રાખેલ હોય જે હકીકત આધારે દારૃની બોટલ નંગ ૯૬ તથા એક મોબાઇલ નં. ૧ કિ. રૃા.પ૦૦૦ મળી કુલ કિ.રૃા.૪૧૦૦૦ મુદામાલ સાથે સાથે કેયુરભાઇ નરેશભાઇ મોદી ઉ.વ.રર ધંધો-પ્રા.નોકરી રહે. દામનગર, પુરબીયા શેરી મુળજી શેઠના બંગલા પાસે વલ્લભભાઇ જેરામભાઇ નારોલા ઉ.વ.પર ધંધો મજુરી રહે. દામનગર પટેલ શેરીને ઝડપી લીધા હતા. રવીભાઇ દીલીપભાઇ આચાર્ય રહે. દામનગર, પુરબીયા શેરી ફરાર થઇ ગયેલ.
આ કામગીરી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી અમરેલી વિભાગનાઓ દ્વારા માર્ગદર્શન હેઠળ દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. એ.આર.છોવાળા તથા દામનગર ટાઉન ઇન્ચાર્જ અના હેડ કોન્સ. કે.આર.સાંખટ તથા અના હેડ કોન્સ. એલ.એન.પઠાણ તથા પો.કોન્સ. જયંતીભાઇ ધીરૃભાઇ વાઘેલા તથા પો.કોન્સ. પ્રવિણભાઇ કાનજીભાઇ સાંખડ તથા પો.કોન્સ. અરજણભાઇ કમાભાઇ મેર તથા સર્વેલન્સ ટીમના હેડ કોન્સ. એચ.એન.ખુમાણ તથા પો.કોન્સ. વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડનાઓએ કરેલ છે.