સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

જામકંડોરણામાં શ્રી યમુના પુલિન મચકોનાં ઝુલાના અલોકિક મનોરથ

જામકંડોરણા : બોરીયા ખાતે આવેલ શ્રીમદ વલ્લભ શ્રીવિઠલ પુષ્ટિ સંસ્‍કાર ધામમાં શ્રી યમુના પુલિન મચકોનાં ઝુલાનો અલૌકિક મનોરથ પ.પૂ.પા.ગો.૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદયની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે મનોરથના મુખ્‍ય મનોરથી જયેશભાઈ રાદડીયાના પરિવારના સભ્‍યો લલીતભાઈ રાદડીયા, ચેતનાબેન રાદડીયા સહિતના સભ્‍યો, સાંસદ રમેશભાઈ ધડુકના પુત્ર સાવનભાઇ ધડુક, સહયોગી મનોરથી જયેશભાઈ સાવલીયા, વિપુલભાઈ ઠેસીયા, બિપીનભાઈ હદવાણી, પ્રફુલભાઈ હદવાણી તેમજ ગોવિંદભાઈ રાણપરીયા, કરશનભાઈ સોરઠીયા સહિતના અનેક મહાનુભાવો તેમજ સૌરાષ્‍ટ્રના અલગ અલગ ગામોમાંથી આશરે ચારથી પાંચ હજાર વેષ્‍ણવ ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી અને આ અલૌકિક મનોરથના દર્શન, મહાપ્રસાદ,વચનામળતનો અમૂલ્‍ય લ્‍હાવો લીધો હતો. આ શ્રી યમુના પુલિન મચકોના ઝુલાના મનોરથમાં એકસાથે ઝુલાઓ પર ઠાકોરજીના ૧૨૫ સ્‍વરૂપો બિરાજમાન હતા. જેના દિવ્‍ય દર્શનનો મોટી સંખ્‍યામાં વેષ્‍ણવોએ લાભ લીધો હતો. ઉપસ્‍થિત વેષ્‍ણવોએ જણાવેલ કે આવો મનોરથ સૌરાષ્‍ટ્રમાં કદાચ પ્રથમ વખત હશે અને આ  મનોરથના પ્રસંગને  દિપાવવા સતત રાત દિવસ કાર્ય કરનાર સ્‍વયંસેવક ભાઈઓ તેમજ બહેનોનો પુષ્ટિ સંસ્‍કાર ધામ વતી જીવરાજભાઈ સતાસીયા, રણછોડભાઈ રાદડીયા, વિનુભાઈ કુંભાણી, જયેશભાઈ સાવલીયા દ્વારા આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.(તસ્‍વીર-અહેવાલ : મનસુખ બાલધા જામકંડોરણા)

(1:33 pm IST)