સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

સુરેન્‍દ્રનગરમાં લમ્‍પી વાયરસ રોગ અંતગર્ત ડોક્‍ટર ટીમ તેમજ ૨૪ કલાક કન્‍ટ્રોલ રૂમ તેમજ હેલ્‍પ લાઈન ચાલુ કરવા માંગ

 (ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા. ૬ : સમગ્ર ગુજરાત રાજ્‍યમાં લમ્‍પી વાયરસ રોગ હાહાકાર મચાવી રહ્યો છે ગામડાઓ આ લમ્‍પી વાયરસ રોગ વધુ જોવા મળ્‍યો હોવાથી પશુપાલકોમા ચિંતા વધી રહી છે. આ લમ્‍પી વાયરસ રોગને લીધે  ગાયમાતાના ટપો ટપ મુત્‍યુ થઇ રહ્‍યા છે તેમજ બીજા પશુઓમાં પણ આ લમ્‍પી વાયરસ રોગ જોવા મળી રયો છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં પશુ ડોકટરની ટીમ તેમજ ૧૯૬૨ એમ્‍બ્‍યુલન્‍સ વધારવામાં આવે અને નગરપાલિકા દ્વારા કંન્‍ટ્રોલ રૂમ તેમજ હેલ્‍પ લાઈન ૨૪ કલાક ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

સમગ્ર જિલ્લામાં ગામડાઓમાં પશુ દવાખાના  અને વેટરનરી કલીનીક પર રસી ઉપલબ્‍ધ કરાવી સત્‍વરે રસીકરણનું કામ ચાલુ કરાવીને ગાયમાતા અને બીજા અબોલ પશુને આ રોગથી છુટકારો મળી રહે તેવી પ્રકિયા હાથ હાથ ધરવી જોઇએ તેમજ પશુપાલકો ના માલીકને વળતર ચુકવવુ જોઇએ તેવી માંગ દુધરેજ મંદિરથી નાગરદાસ બાપ,ુ ગેડિયા મંદિરના મુળદાસ બાપુ તેમજ સતિષભાઈ ગમારા, સુભાષભાઈ ઝાપડા, બળદેવભાઈ માંગુડા, પુનાભાઈ વકાતર, મહેશ ગોલાતર, પ્રવીણભાઈ ડાંગર, હરીશભાઈ રાતડીયા, જયદેવભાઈ રબારી, ભરતભાઈ બોળીયા, વિક્રમભાઈ બોડીયા, ભરતભાઈ લાકડીયા અને માલધારી સમાજના યુવાનો આગેવાનો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા અને તાત્‍કાલિક અસરે ઘટતું કરવા માટેની માંગણી કરતું આવેદનપત્ર અપાયું હતું.

(1:37 pm IST)