સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

આટકોટના હાઈસ્‍કૂલ રોડની બિસ્‍માર હાલત : રીપેરીંગ ન થાય તો આંદોલન

(કરશન બામટા દ્વારા)આટકોટ તા.૬ : લાખોનાં ખર્ચે બનેલ રોડ ખાડાઓ પડ્‍યાં છતાંય રીપેરીંગ કરવામાં આવ્‍યું નહીં.   હાઈસ્‍કૂલ રોડ એસટી બસ સ્‍ટેન્‍ડથી હાઈસ્‍કૂલ સુધી શ્‍યામા પ્રસાદનો રોડ બનાવવામાં આવ્‍યો હતો. જે લાખોના ખર્ચે રોડ બન્‍યો હતો પણ આઠ મહિનામાં આ રોડ તૂટવા લાગતાં ખાડાઓ પડ્‍યાં છે.

ધારાસભ્‍ય કુંવરજીભાઈ બાવળીયાએ પણ રૂબરૂ તંત્રને જાણ કરી હતી પણ કોઈ પગલાં ભરવામાં આવ્‍યા નથી. ગામના આગેવાન હીરેન  પંચોલી જણાવ્‍યું હતું કે રોડ પર ઠેરઠેર વરસાદી પાણી ભરાયાં છે મસ મોટા ખાડાઓ પડી રહ્યા છે છતાંય તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવતા નથી તેમજ જસદણ ચોકડી પાસેથી લીબળી પીપળી સુધી રોડ બનાવ્‍યો હતો. તેમાં પણ ખાડા પડી રહ્યા છે. જો રીપેરીંગ કરવામાં નહીં આવે તો ગાંધીચિંધ્‍યા માર્ગે આંદોલન કરશે તેવું જણાવ્‍યું હતું.

(4:35 pm IST)