સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

જામજોધપુર તાલુકા ખાતે અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા ઇફ્‌કો નેનો યુરિયા ખાતર છંટકાવ યોજનાનો શુભારંભ

જામનગર, તા.૬: રાજ્‍યના કળષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જિલ્લાની જામજોધપુર તાલુકા ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ ખાતે અદ્યતન ડ્રોન ટેકનોલોજી વડે ખેતરોમાં ઇફ્‌કો નેનો યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. સરકાર દ્વારા પુરસ્‍કળત કળષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કળષિ વિમાન)ના ઉપયોગની સમગ્ર રાજ્‍યમાં શરૂઆત કરવામાં આવી છે.

કાર્યક્રમમાં જામજોધપુર એ.પી.એમ.સી. ચેરમેન  બ્રિજરાજસિંહ જાડેજા, જામજોધપુર તાલુકા પંચાયત ઉપ પ્રમુખ દેવાભાઇ પરમાર, જામજોધપુર નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્‍દ્રભાઇ કડીવાર, પૂર્વ વાસમો ડાયરેકટર અમુભાઈ, એ.પી.એમ.સી. ડાયરેક્‍ટ સી.એમ. વાછાણી, જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. ચેરમેન  હર્ષદીપભાઈ ત્રિવેદી, એ.પી.એમ.સી. વાઇસ ચેરમેન  કરશનભાઈ કરાંગિયા, એ.પી.એમ.સી. પ્રમુખ  કિશોરસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મંત્રી  કૌશિકભાઈ રાબડિયા, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ ભાલોડિયા, પ્રાંત અધિકારી એન.ડી. ગોવાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ. ગોહેલ, મદદનીશ ખેતી નિયામક (રાજકોટ વિભાગ)એસ.કે. વડારિયા, જિલ્લા મદદનીશ ખેતી નિયામક (પેટા વિભાગ) એન.બી. ચૌહાણ, અલગ અલગ વિભાગના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, તમામ યાર્ડના ડાયરેકટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો, ખેડૂતો અને બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:42 pm IST)