હળવદના ટીકર ગામે દેશી પિસ્તોલ સાથે હબીબ ભટ્ટીને એલસીબીએ ઝડપી
હબીબને ૭ નુરસીંગ પિસ્તોલ આપી ગયાનું ખુલતા તેની શોધખોળ
(પ્રવીણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૬ : મોરબી એલ.સી.બી. ટીમે હળવદના ટીકર ગામે ગેરકાયદે પિસ્તોલ સાથે એક ઈસમની ધરપકડ કરી છે અને પોલીસ તપાસમાં સપ્લાયરનું નામ ખુલતા તેને કાયદાના સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પી આઈ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ PSI એન.બી.ડાભી, પીએસઆઈ એન.એચ.ચુડાસમા અને પી એસ આઈ એ.ડી.જાડેજાની સુચના હેઠળ એલ.સી.બી. પોલીસના Hc ચંદુભાઇ કાણોતરા, તેજશભાઇ વિડજા, ભગીરથસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના ટીકર ગામની સીમ પાસે ટીકર જવાના કોઝવે ઉપરથી આરોપી હબીબ ઉર્ફે બદીયો હાસમભાઇ ભટ્ટી જાહેરમાં દેશી પિસ્તોલ સાથે ફરે છે. જેને પગલે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડીને આરોપી હબીબ ઉર્ફે બદીયો હાસમભાઇ ભટ્ટીની દેશી હાથબનાવટની પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ. ૧૦,૦૦૦ સાથે ધરપકડ કરી હતી. જે બાદ પોલીસ તપાસમાં આ પિસ્તોલના સપ્લાયર નુરસીંગ ઇકસીંગ નામ સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.