સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

મોરબીના રંગપર ગામે સીમેન્‍ટ પ્‍લાન્‍ટમાં માતા-પુત્ર દાઝી ગયા

 (પ્રવીણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા.૬ : મોરબીના રંગપર ગામે સિમેન્‍ટના ગળદા બનાવવાના પ્‍લાન્‍ટમાં મહિલા અને તેનો બે વર્ષનો પુત્ર આકસ્‍મિક રીતે દાઝી ગયા હતા. જેને પગલે  પરિવારજનોએ પ્રથમ બંનેને મોરબીની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ વધુ સારવાર અર્થે દાહોદની હોસ્‍પિટલમાં ખસેડયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ભોગ બનનાર પરિણીતાના પતિ અરવિંદભાઈ ગણાવાના જણાવ્‍યા અનુસાર રંગપર ગામની સીમ ગાયત્રી ગળદા પ્‍લાંટ વિરાટનગરમાં કામ કરતી વેળાએ ૨૨ વર્ષીય ભૂરીબેન ગણાવા અને તેનો બે વર્ષનો પુત્ર વિશાલ અચાનક આગના સંપર્કમાં આવી જતા દાઝી ગયા હતા. જેને પગલે પતિ અને પરિવારજનો દ્વારા પ્રથમ તેને મોરબી ક્રિષ્‍ના હોસ્‍પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાંથી બંનેને જામનગર ખાતેની સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. પરંતુ વધુ સારવારની જરૂર હોય જેથી માતા પુત્રને દાહોદની કે.કે.સર્જીકલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે હાલ માતા પુત્ર સારવાર હેઠળ છે. પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે કે, પરિણીતાના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા અને તેને સંતાનમાં એક દીકરો છે. હાલ પરિણીતા સગર્ભા હોવાથી તેની સ્‍થિતિ વધુ ગંભીર છે સમગ્ર મામલે મોરબી પોલીસે દાહોદ પોલીસને જાણ કરી હતી.

(1:47 pm IST)