સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

મોરબીના શાપર ગામની સીમમાં પત્તા ટીંચતા ૫ શખ્‍સો પકડાયા

(પ્રવીણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા.૬ :  મોરબીમાં શાપર ગામની સીમ પાસે પત્તાં ટીચતાં ૫ ઈસમોની મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી છે.

 પ્રાપ્ત વિગતો અનુસાર મોંરબી તાલુકા પોલીસની ટીમ શાપર ગામની સીમ પાસે પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન કજારીયા સેનેટરીની પાછળ ખુલ્લી જાહેર જગ્‍યામાં આરોપી બીપીન અમરશીભાઈ ચૌહાણ, અમરશી શામજીભાઈ ચૌહાણ, દેવજી  પરશોતમભાઈ ચાવડા, રફીક  ચાંદભાઈ મલેક તથા દીનેશ ધુડાજી નાયકને જુગાર રમતા રોકડા રૂા. ૨૬,૬૦૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:50 pm IST)