સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

વિસાવદરમાં સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં પોલીસ અધિકારી સલમાબેન સુમરા દ્વારા વિસ્તૃત માર્ગદર્શનઃ વિદ્યાર્થીનીઓ-જનસમૂહ ભારે પ્રભાવિત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૬: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિસાવદર માંડાવડ શૈક્ષણિક સંકૂલ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી સલમાબેન સુમરાએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.વર્તમાન સમયમાં અતિ ઉપયોગી સાયબર ક્રાઈમ સબંધેની તલસ્પર્શી માહિતી મેળવી વિદ્યાર્થીનીઓ-જનસમુહ ભારે પ્રભાવિત થયો હતોઙ્ગ વિસાવદર ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિસાવદર માંડાવડ સંકુલ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયેલ જેમાં વિસાવદર પોલીસ સ્ટેશનેથી મહિલા પીએસઆઇ એસ.આઈ.સુમરા સ્થળ પર પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત વિદ્યાર્થીનીઓએ કુમકુમ તિલક કરી કરેલ અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ.આ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લા પોલીસવડા શ્રી રવિ તેજા વાસણ શેટીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ અને જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહપૂર્વક અને છેવાડાના ગામડાઓ સુધી આ કાર્યક્રમ અંતર્ગત લોકોને જાગૃત અને માહિતગાર કરવા અને કાયદાની જાણકારી મળે તેવા ઉદેશ અને હેતુથી આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે વિસાવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.શ્રી સલમાબેન સુમરા દ્વારા વિદ્યાર્થીઓને કાયદાકીય તમામ સમજણ આપેલ અને  સ્ત્રીઓના હક અને ઘરેલુ હિંસા અને અધિકારીઓ વિષે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.

દરમિયાન શૈક્ષણિક સંકુલ-માંડાવડની યાદીમાં જણાવ્યા અનુસાર સંકુલમાં તિરંગા રેલી સાથે આઝાદીના અમૃતમહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત પી.એસ.આઇ.શ્રી સલમાબેન સુમરા તથા સ્ટાફનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ .વિસાવદર પી.આઇ. શાહના માર્ગદર્શનતળેઙ્ગ પી.એસ.આઇ. સુમરા તથા વિસાવદર પોલીસ સ્ટાફ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે પહોચેલ જયાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.જેમાં બેન્ડ બાજા તેમજ રાષ્ટ્રગીતોની રમઝટ બોલાવવામાં આવી.જેને એક તિરંગા રેલીનું સ્વરૃપ આપવામાં આવ્યું.ત્યારબાદ શાળાના કેમ્પસમાં ભારતમાતાનુઙ્ગ પૂજન કરવામાં આવ્યું હતુ.જેમાં પી.એસ.આઇ. સુમરા સાથે સંસ્થાનાં ગજેરા, મોરી, ઠુંમ્મર ઉપસ્થિત રહયા હતા.બાળકો હાથમાં શિસ્તબદ્ઘ રીતેઙ્ગ રાષ્ટ્રધ્વજ આદરપૂર્વક સજ્જ હતા.અધિકારીઓ રાષ્ટ્રભકિતનો માહોલ જોઈ ખૂબ ખુશ થયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી તેમજ વિધાર્થીઓએ પણ ખૂબ સહયોગ આપ્યો હતો.કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના વડા જે.કે.ઠેસિયાએ સૌને અભિનંદન આપ્યા હતા. પ્રિન્સીપાલ પ્રફૂલ વાડદોરીયાએ હર્ષ વ્યકત કર્યોઙ્ગ હતો.

શૈક્ષણિક સંકુલ-માંડાવડ સંસ્થાની યાદીમાં વિશેષમાં જણાવ્યા અનુસાર આ કાર્યક્રમો પૂર્વે શૈક્ષણિક સંકુલ-માંડાવડના વિધાર્થીઓ પ્રજાના રક્ષકોની કામગીરીથી વાકેફ થયા હતા.પી.આઇ.શાહ અને સ્ટાફે વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધેલ એ વખતે વિસ્તૃતઙ્ગ માહિતીથી વાકેફ કર્યા હતા.અભ્યાસિક પ્રવૃતિના ભાગરૃપે ધો.૧૧ અને ધો.૯ના વિદ્યાર્થીઓ એ વિસાવદર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધેલ.જેમાં વિસાવદર પોલીસ સ્ટેશનના પી.આઇ. શાહના માર્ગદર્શન હેઠળ આ મુલાકાતનો હેતુ વિધાર્થીઓને પોલીસ સ્ટાફની કામગીરીથી વાકેફ કરવાનો હતો.તેમજ ગુજરાત પોલીસમાં કારકિર્દી અંગે સમજ આપવામાં આવી.પોલીસની વિનમ્રતાનો અહેસાસ સમગ્ર વિધાર્થીઓને થયો.પી.એસ.ઓ.અવિનાશ મેવાડાએ વિધાર્થીઓને સમગ્ર પોલીસ સ્ટેશનનો પરિચય અને પોલીસની પ્રજાલક્ષી કામગીરીથી પરિચય કરાવ્યો.આ કાર્યક્રમનુંઙ્ગ સંકલન ઠુંમ્મર(રાઇટર પોલીસ સ્ટેશન)એ કરેલ તેમજ કાર્યક્રમમાં વલ્લભ નાકરાણી, મુકેશ મોરબીયા અને સિધ્ધાર્થ હિરપરાએ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમની સફળતા માટે કેમ્પસ ડાયરેકર સુરેશ ફૂલમાળીએ તથા પ્રિન્સીપાલ પ્રફૂલ વાડદોરીયા, મેનેજીંગ ટ્રસ્ટી જે. કે. ઠેસિયાએ કાર્યક્રમની સફળતા માટે પ્રસન્નતા વ્યકત કરી હતી.

(1:53 pm IST)