સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

જૂનાગઢ જિલ્લામાં સતત/ બીજા દિવસે કોરોનાના બે કેસ

જૂનાગઢ અને મેંદરડામાં વધુ કેસ નોંધાયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૬ : જૂનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના પોઝીટીવના બે કેસ નોંધાયા છે.

જેમાં જૂનાગઢ શહેરમાં એક કેસનો વધારો થયો છે. તો જિલ્લાના મેંદરડામાં નવા કેસની એન્ટ્રી થઇ છે.

જો કે શુક્રવારે જૂનાગઢ શહેરના કોરોના દર્દીએ કોરોનાને પરાસ્ત કરીને સ્વસ્થતા મેળવતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સાથે કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા ૯ માંથી ઘટીને ૮ થઇ હતી.

ગઇ કાલે જુનાગઢ સિટીમાં ૩૯૩૨ અને ગ્રામ્યમાં ૨૩,૦૧૬ લોકોએ કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી.

(1:54 pm IST)