જૂનાગઢમાં ચાર અને કેશોદમાં છ મહિલા સહિત ૪૭ શખ્સો જુગાર રમતા ઝડપાયા
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૬ : શ્રાવણ મહિનાને લઇ જુગારની પ્રવૃતિ વધતા પોલીસે દરોડા પાડીને જૂનાગઢમાં ચાર અને કેશોદમાં ૬ મહિલા સહિત ૪૭ શખ્સોએ જુગાર રમતા પકડી પાડ્યા હતા.
પોલીસે જુગારીઓ પાસેથી રૃા. ૪.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ચોબારી રોડ ખાતેના ઇસ્કોન એપાર્ટમેન્ટનાં પાર્કીંગમાંથી ૪ મહિલાને રૃા. ૪૭૪૦ની રોકડ સાથે અને કેશોદ પોલીસે અજાબ ગામેથી ૭ જણાને રૃા. ૧૪,૩૦૦ સાથે તેમજ કેશોદની મેઘના સોસાયટીમાંથી ૬ મહિલા સહિત ૧૪ શખ્સો રૃા. ૧૨,૩૬૦ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા.
જ્યારે વિસાવદર પોલીસે સરસઇ ગામ પાસેથી ૪ જણાને રૃા. ૧૦,૫૪૦ સાથે તથા લેરીયા ગામમાંથી ૪ જુગારીને રૃા. ૩૯૨૦ની રોકડ સાથે જુગાર ખેલતા ઝડપી લીધા હતા.
આ ઉપરાંત માણાવદર પોલીસે માણાવદરના પ્રકાશ નાગદાન કાનગડની વાડીનાં ગોડાઉનમાં દરોડો પાડીને પ્રકાશ નાગદાન સહિત ૮ શખ્સોને રૃા. ૩,૬૩,૪૪૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડીને તમામને સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.