સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

પડધરીમાં ભુંરાટા થયેલા ભુંડે પાંચને બટકા ભર્યા

ભૂંડને પકડવાનું કામ કરતો યુવાન પણ ઝપટે ચડ્યોઃ મહા મહેનતે ભુંડને જંગલી ભુંડને કાબુમાં લીધું: ઘવાયેલાઓને રાજકોટ સારવારમાં ખસેડાયા

રાજકોટ તા. ૬: પડધરીના ગીતાનગરમાં ભુંડે દેવીપૂજક પરિવારના ચાર લોકોને બટકા ભરી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં.

ગીતાનગરાં રહેતાં રસીલા વિરમભાઇ સાડમીયા (ઉ.૧૫), કવીબેન જેઠાભાઇ ચારોલીયા (ઉ.૫૦), અભય મુકેશભાઇ રાઠોડ (ઉ.૧૨), રાહુલ ઉમેશભાઇ  સહિતન ભૂંડે બટકા ભરી લેતાં અને તેમાં એક મહિલા લોહીલુહાણ થઇ  જતાં તેમજ ભૂંડને પકડવાનું કામ કરતાં ઇશ્વરસિંઘ કુલદિપસિંઘ દુધાણી (ઉ.૨૧) જંગલી ભૂંડને પકડવા જતાં તેને પણ કરડી જતાં તમામને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં પડધરી પોલીસને જાણ કરવામાં આવી હતી. 

સરદારજીના કહેવા મુજબ ભૂંડ જંગલી હોઇ ઓચીંતું ભુરાયું થયું હતું અને બધાને કરડવા માંડ્યું હતું. જો કે ચાર સરદારજી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી  ભુંડને પકડી લીધું હતું. જે લોકોને ભુંડે બટકા ભર્યા તેમાં એક વિદ્યાર્થી પણ છે. તે શાળાએ જતો હતો અને બટકુ ભરી લીધું હતું. બનાવને પગલે સવારે ગીતાનગર વિસ્તારમાં ભાગમભાગ થઇ ગઇ હતી. જો કે બાદમાં ભુંડ પકડાઇ જતાં સોૈએ રાહત અનુભવી હતી.

(1:59 pm IST)