સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

પોરબંદર જીલ્લામાં બેસન પ્લાન્ટ શરૃ કરાવોઃ સાંસદ રામભાઇ મોકરીયા

રાજકોટ તા. ૬ :.. પોરબંદર જીલ્લામાં સમાવિષ્ટ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકી પ્રદેશથી ભૌગોલિક રીતે જુદો પડતો વિશિષ્ટ પ્રદેશ છે. ઘેડ પંથકના ગામડા ઉંચા ટીંબા ઉપર વરસ્યા હોવાથી ચોમાસામાં નદીઓમાં પૂર આવે ત્યારે એ બેટ બની જાય છે. ઘેડ પંથકની કપરી ભૌગોલિક પરિસ્થિતિને કારણે ઘેડ પ્રદેશનો વિકાસ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર કરતા ઓછો થયેલો છે.

ઘેડ પ્રદેશની આવી વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને કારણે ખેડૂતો સમગ્ર વર્ષ દરમ્યાન માત્ર એક જ પાક ચણા લઇ શકે છે. આ પ્રદેશમાં થતા ચણા ઉચ્ચ ગુણવતાના હોય છે. વર્ષ ર૦ર૧-રર માં ૭૦૦૦૦ મેટ્રીક ટન જેટલા ચણાનું ઉત્પાન થયેલ હતું. પોરબંદર વિસ્તારમાં મોટા ઉદ્યોગો ધીમે ધીમે બંધ થઇ રહ્યા છે તેવા સમયે ઘેડ વિસ્તારના વિકાસ માટે પોરબંદર જીલ્લામાં બેસન અને ચણાની  વેલ્યુ એડેડ પ્રોડકટસના ઉત્પાદન માટે આધુનિક પ્લાન્ટ શરૃ કરવામાં આવે તો ચણા પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે અને ઘેડ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે. તેવી રજૂઆત સાંસદ શ્રી રામભાઇ મોકરીયા દ્વારા અમિતભાઇ શાહ, ગૃહ અને સહકાર મંત્રીશ્રીને કરવામાં આવેલ.

(4:05 pm IST)