સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th October 2022

નેશનલ ગેમ્‍સ બાસ્‍કેટબોલ ૫×૫નો આજે ફાઇનલ

મહિલા વિભાગમાં તમિલનાડુ સામે તેલંગાણા તેમજ પુરૂષ વિભાગમાં તમિલનાડુની સામે પંજાબ ટકારાશે

ભાવનગર તા.૬:૩૬ મી નેશનલ ગેમ્‍સ અંતર્ગત ૫×૫ બાસ્‍કેટબોલ નો ફાઇનલ આજ ના રોજ ભાવનગરના સીદસર સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે યોજાશે

૧ ઓક્‍ટોબરથી શરૂ થયેલ નેશનલ ગેમ્‍સ બાસ્‍કેટબોલ અંતર્ગત ૫થ૫ નો ફાઈનલ આજરોજ મહિલા વિભાગમાં તમિલનાડુ સામે તેલંગાણા સવારે ૧૦ વાગ્‍યે તેમજ પુરુષ વિભાગમાં તમિલનાડુની સામે પંજાબ સવારે ૧૧:૪૫ વાગે યોજાશે

આ ઉપરાંત ત્રીજા અને ચોથા સ્‍થાન માટે મહિલા વિભાગમાં સવારે ૭ વાગ્‍યે મધ્‍યપ્રદેશ સામે કેરળ અને પુરુષ વિભાગમાં સર્વિસીસ સામે કર્ણાટકાનો મેચ ૮.૩૦ વાગે યોજાશે

મેચ બાદ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્‍થાન પ્રાપ્ત કરનારને ફાઇનલ મેચ બાદ મેડલ એનાયત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા વિભાગમાં આઠ ટીમો તેમજ પુરુષ વિભાગમાં આઠ ટીમો વચ્‍ચે લીગ મેચ રમાયા બાદ ટોપ ટીમો કે જે ફાઇનલ માં પહોચી છે એમની વચ્‍ચે ફાઈનલ મેચ રમાશે જે ખૂબ જ રોચક રહેશે.

(10:36 am IST)