જામનગરમાં હિટ એન્ડ રન : મહિલાનું મોત : ૭ને ઇજા
દારૂ પીધેલ હાલતમાં કાર ચલાવતા કાર ચાલકે હડફેટે લઇને કાર નદીના પુલ નીચે ખાબકી
જામનગર : તસ્વીરમાં મૃતક તથા ઇજાગ્રસ્તો તથા કાર નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૬ : જામનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે ૭ને ઇજા થતા સારવાર માટે ખસેડેલ છે. ᅠજામનગરના દરેડ નજીક મોડીરાત્રના હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ૭ થી વધુ લોકોને દરેડના રાંદલ માતાજીના મંદિર નજીક થી કાર લઇ પીધેલી હાલતમાં કાર ચાલક નાસી છૂટ્યો હતો. જયાંથી આશીર્વાદ રિસોર્ટ પાસે આઇ૨૦ કાર પલટી મારી ગઈ હતી અને પોલીસે ઘટના સ્થળેથી પીધેલી હાલતમાં કારચાલકને દબોચી લીધો છે. આ અકસ્માતમાં આલીબેન નામના મહિલાનું મોત નીપજયું છે. અલકા યાલ માંથી પણ બે લોકોની હાલત નાજુક ગણવામાં આવી રહી છે.ᅠᅠ
ᅠજામનગરમાં દરેડથી ચારથી પાંચ લોકોને દશેરાના રાત્રીએ હડફેટે લઈ આઇ૨૦ કારચાલક ભાગી છુટ્યો હતો અને નાઘેડી પાસે આવેલ નદીના પાણીમાં પુલ નીચે કાર ખાબકી હતી. આ કારની અંદર સીએનજી ટેંકની બાજુમાં દારૂની બોટલ પણ જોવા મળી હતી.