સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th October 2022

મીઠાપુર ટાટા પાવર ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ

મીઠાપુરઃ સુરજકરાડી ખાતે શિશુમંદિરમાં મીઠાપુર ટાટા પાવર ટીમ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં જામનગરની વોલંટરી બ્લડ બેંક દ્વારા મેડીકલ સેવાઓ આપવામાં આવી હતી. જેમાં પર જેટલી રકત બોટલો એકત્રિત કરવામાં આવી હતી. આ કેમ્પનાં આયોજનમાં ટાટા પાવર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. (તસ્વીર : દિવ્યેશ જટણીયા)

(11:46 am IST)