મોરબીમાં ભૂલા પડેલા તરુણના વાલીવારસની શોધખોળ.
તરુણ વિષે જાણકારી હોય તો ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમને આપવા અપીલ
મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ પાસેથી એક તરુણ મળી આવ્યો હોય જેને પોલીસ મારફત ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમને સોપવામાં આવતા ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમે વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી એક ૧૫ વર્ષનો તરુણ મળી આવ્યો હતો.બાળક બે દિવસથી જુના બસ સ્ટેન્ડ પાસે હોય જેથી સ્થાનિકોએ એ ડીવીઝન પોલીસ મથકને જાણ કરતા પોલીસે બાળકનો કબજો લઈને તરુણને ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પ લાઈન ટીમને સોપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે તરુણ બોલી શકતું નથી. જોકે સાંભળી શકતું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તરુણને વિસીપરામાં આવેલ ચાઈલ્ડ હેલ્પ લાઈન ટીમની ઓફીસ ખાતે રાખવામાં આવ્યો છે અને તરુણના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. તરુણના પરિવાર વિષે કોઈપણ માહિતી હોય તો ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમના રાજુભાઈ મો.૯૩૧૬૭ ૫૫૩૧૧ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.