મીઠાપુરના દરિયા કાંઠેથી અજાણ્યો મૃતદેહ સાંપડયો
જામ ખંભાળિયા, તા.૬: મીઠાપુર નજીક આવેલા આરંભડા વિસ્તારના દરિયા કાંઠે સ્થિત એક મંદિર પાસે એક મૃતદેહ પડ્યો હોવા અંગે માહિતી સ્થાનિકો દ્વારા પોલીસને આપવામાં આવતા મીઠાપુર પોલીસ સ્ટાફ આ સ્થળે દોડી ગયો હતો.
આ અજાણ્યા પુરૂષનું કોઈ કારણોસર થોડા દિવસ અગાઉ દરિયાના પાણીમાં પડી જવાના કારણે મૃત્યુ નિપજયું હોવાનું તથા મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં હોવાનું સ્થાનિક રહીશ વિરમભાઈ પરમાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે મીઠાપુર પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી,
ખંભાળિયા નજીક કારમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે સોળ કિલોમીટર દૂર કજુરડા ગામેથી ગત રાત્રીના પસાર થઈ રહેલી જી.જે. ૧૦ બી.આર. ૬૦૪૭ નંબરનો એક સ્વીફટ મોટરકારને પોલીસે અટકાવી ચેકીંગ કરતાં આ મોટરકારમાંથી બાર બોટલ વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો.
જેથી પોલીસે કારમાં જઈ રહેલા કજુરડા ગામના પેથા નારૂ મશુરા (ઉ.વ. ૩૦) તથા આ જ ગામના માણસી ડાડા વાનરીયા નામના બે શખ્સોની અટકાયત કરી, પુછપરછ કરતા તેઓએ આ ગામ કજુરડા ગામના રબારી પાડામાં આવેલા રાજેશ દેવશીભાઈ મોરીના રહેણાક મકાનમાં છુપાવીને રાખેલી વધુ ૫૪ બોટલ વિદેશી દારૂનો જથ્થો કાઢી આપ્યો હતો.
આથી પોલીસે રૂપિયા ૨૬,૪૦૦ ની કિંમતની કુલ ૬૬ બોટલ વિદેશી શરાબ તથા રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતના બે મોબાઈલ ફોન ઉપર રૂપિયા બે લાખની કિંમતની મોટરકાર મળી કુલ રૂપિયા ૨,૩૬,૪૦૦ ના મુદ્દામાલ સાથે પેથા મસુરા અને માણસી વાનરીયાની અટકાયત કરી હતી. જયારે મકાનમાલિક રાજેશ મોરીને હાલ ફરાર ગણી, તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી પી.એસ.આઈ. એલ.એલ. ગઢવી, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા તથા ખીમાભાઈ કરમુર દ્વારા કરવામાં આવી હતી.