સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th December 2021

મોરબીની કોર્ટમાં પીવાના પાણીના બંધ ફ્રીજ તાકીદે શરૂ કરવા કોંગ્રેસ અગ્રણીની માંગ

પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી દ્વારા જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરી

મોરબીનાં કોર્ટ બિલ્ડીંગમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોય તે બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી દ્વારા જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી લાલબાગ સેવા સદનમાં આવેલ કોર્ટનું મકાન ત્રણ માળનું છે અને ત્રણેય માળ પર રાખવામા આવેલ પીવાના પાણીના ફીઝ સદંતર બંધ છે. સાવ નકામા જેવા થઈ ગયા છે ત્યારે જિલ્લાની ન્યાય કોર્ટની બિલ્ડીંગમાં આવેલ ત્રણેય કોર્ટમાં આવનાર લોકો માટે પીવાના પાણીની અસહ્ય મુશ્કેલ છે. કોર્ટમાં આવતા અસીલો—ફરિયાદો કે જેઓને કોર્ટમાં એકથી વધુ કલાકો સુધી રોકાવુ પડતું હોઈ, તેઓને પીવા માટે પાણી માટે ત્રણ માળમાં ચડઉતર કરવુ પડે છે. વ્યવસ્થામાં રાખેલ પાણીના ફ્રીઝ ઘણા વખતથી બંધ હાલતમાં છે, તેમાં પીવાનું પાણી આવતુ નથી. કોર્ટનાં અરજદારને પાણી માટે જયાં ત્યાં ભટકવુ પડે છે અને સાથે પાણીની બોટલો લાવે તો પણ શિસ્ત અને મર્યાદા માટે સાથે રખાતી નથી.
ત્રણેય કોર્ટમાં રોજ અસંખ્ય અરજદારો હોઈ છે તેઓ બધા આ પ્રશ્ને પરેશાન છે. તેમાં મહિલા અને બાળકો અને વરિષ્ઠ લોકો પણ હોય છે. ત્યારે નિયત કરેલ રાખેલ વ્યવસ્થામાં નિયમિત શુધ્ધ પીવાનું પાણી લોકોને મળે તેવો પ્રબંધ કરવો જોઈએ. સ્થાનિક આર. એન્ડ બી. અધિકારીઓ આ પરિસ્થિતિથી સંપુર્ણ વાકેફ હોવા છતાં આ મુશ્કેલી દૂર કરતા નહોઈ આ પ્રશ્ને લોકોના પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા માગણી છે

(10:39 pm IST)