સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th December 2022

જુનાગઢમાં દેશી દારૂ કબ્‍જેઃ જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઝડપાઇ ગયા

જુનાગઢ, તા. ૬ :  પંચેશ્વર વાડીયા વિસ્‍તારમાં રહેતો પ્રોહિ બુટલેગર ઉકા વેજાભાઇ કોડીયાતર પોતાના મકાનની પાછળના ભાગે આવેલા વોકળામાં ગે.કા. રીતે દેશી પીવાનો દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરે છે અને હાલ તેની આ પ્રવૃત્તિ ચાલુ છે. તેવી હકિકત આધારે રેઇડ કરતા વોકળાના કાંઠે જાહેરમાં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથી ભરેલ પ્‍લાસ્‍ટીક તથા પતરાના બેરલ નંગ-૪૦ જેમાં આથો લીટર ૭૬૦૦ જેની બેરલ સહિત કિ. રૂા. ૧૯,ર૦૦/- તથા પ્‍લા.ના કેન નંગ-૪ તથા પ્‍લા.ના બુંગીયા નંગ-૯ જેમાં દેશી પીવાનો દારૂ લીટર-૮પ જે કેન સહિત કિ. રૂા. ૧૯૦૦/- મળી કુલ કિ. રૂા. ર૧,૧૦૦/-નો પ્રો.હિ. મુદ્દામાલકબ્‍જે કરી એ ડીવીઝન પો. સ્‍ટે. પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્‍હો રજી. કરાવેલ.

પોલસ ઇન્‍સ. જે.એચ. સિંધવ તથા પો. સ.ઇ. જે.જે.ગઢી તથા એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા તથા પો. હેડ કોન્‍સ. જયદિપભાઇ કેનેરીયા તથા પો. કોન્‍સ. સાહિલભાઇ સમા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીર કરેલ છે.

બિલખા રોડ, પાઠક નગર, હુડકો પોલીસ લાઇન પાસે રહેતા રાણીબેન કારાભાઇ ગીગાભાઇ તરખાલા મહેર પોતાના મકાને  જુગા રમાડે છે તેવી હકિકત મળતા રેઇડ કરતા મોબાઇલ ફોન નંગ ૪ કિ. રૂા. ૪૦,૦૦૦ મળી કુલ કિ. રૂા.૬૭,૭૧૦/- ના મુદ્દામાલ સાથે રાણીબેને કારાભાઇ ગીગાભાઇ તરખાલા મહેર ઉ.વ.૪૦ ધંધો, ઘરકામ રહે. બિલખા રોડ, પાઠક નગર, હુડકો પોલીસ લાઇન પાસે, લીરીબેન જીવાભાઇ હાથીથાભાઇ ખુંટી, મહેર ઉ.વ.૪પ ધંધો, ખેતીકામ રહે. મધુરમ બાઇપાસ, નાગરિક બેંક વાળી ગલી તક્ષશીલા સ્‍કુલની બાજુમાં, ગીતાબેન વિરમભાઇ ગીગાભાઇ પઢીયાર મહેર (ઉ.વ.પ૦) ધંધો, ઘરકામ રહે. મધુરમ બાઇપાસ, નાગરિબ બેન્‍ક વાળી ગલી, તક્ષશીલા સ્‍કુલની બાજુમાં, દિપકભાઇ ગંગારામભાઇ વાઘેલા (ઉ.વ.૩૦) ધંધો કડીયાકામ રહે. ગીરનાર દરવાજા પાસે ગણેશ નગર માછલી ઘરની બાજુમાં, રાજુભાઇ દિનેશભાઇ ગોસાઇ બાવાજી (ઉ.વ.૩૦) ધંધો કડીયાકામ રહે. ગીરનાર દરવાજા પાસે, ગણેશ નગર, માછલી ઘરની બાજુમાં જે ઝડપી લીધેલ છે.

સી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ. જે.એમ. વાળા હે. કો. આઝાદ સિંહ સિંસોદીયા તથા ઇન્‍દ્રજીતસિંહ ઝાલા તથા પો.કો. રોહિતભાઇ ધાધલ, ચેતનસિંહ સોલંકી, દિલીપભાઇ ડાંગર, મનીષભાઇ હુંબલ તથા મહિલા પો. કોન્‍સ. અલ્‍પાબેન રાણપરીયા વિગેરે પોલીસ સ્‍ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:28 pm IST)