સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th December 2022

મોરબીના માથાભારે ડેનીસને ‘‘પાસા'' તળે જેલમાં ધકેલાયો

 (પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૬ : મોરબીમાં મારામારીના ગુન્‍હામાં વારંવાર પોલીસના ચોપડે ચડતા ઈસમની મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પાસા તળે અટકાયત કરી  સુરત જેલમાં ધકેલી દીધેલ હતો.

 પ્રાપ્‍ત વિગતો અનુસાર મોરબીના કાલીકાપ્‍લોટ સાયન્‍ટફીક રોડ પર રહેતો ડેનીશ કિશોરભાઇ કથરેચા વિરૂધ્‍ધ અનેકવાર મારામારી તેમજ રાયોટીંગ જેવા ગુન્‍હાઓ મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ ચૂકયા છે. ત્‍યારે તેની આવી અસામાજિક પ્રવળતિ અટકે એ હેતુથી તેના વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્વારા પાસાની પ્રપોઝલ કરવામા આવી હતી. જે અન્‍વયે ડીસ્‍ટ્રીકટ મેજીસ્‍ટ્રેટ અને કલેક્‍ટર દ્વારા પાસાની  પોઝલને મંજુર કરી પાસા વોરંટ ઇસ્‍યુ  કરતા પોલીસ ડેનીશની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી તેને સુરત લાજપોર જેલ હવાલે મોકલવા તજવિજ હાથ ધરી હતી.

(1:47 pm IST)