સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th December 2022

પોરબંદર અને કુતિયાણા બન્ને વિધાનસભા બેઠકો માટેની મત ગણતરી ૧૮-૧૮ રાઉન્‍ડમાં ગુરૂવારે કરાશે

પોરબંદર સરકારી પોલીટેકનીક ખાતે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે મતગણતરી વ્‍યવસ્‍થા ગોઠવાઇઃ ૧૫૦ થી વધુ કર્મચારીઓ ઉપરાંત ર૦ ટકા કર્મચારી રીઝર્વ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૬: વિધાનસભાની પોરબંદર તથા કુતિયાણા-રાણાવાવની બેઠકો માટેની ગુરૂવારે થનારી મત ગણતરી બાદ સૌને પરીણામોની ઇન્‍તેજારી છે.  પોરબંદર સરકારી પોલીટેકનીક ખાતે પોરબંદર અને કુતિયાણા બન્ને વિધાનસભા બેઠકો માટેની મત ગણતરી ૧૮-૧૮ રાઉન્‍ડમાં કરવામાં આવશે.

પોરબંદર અને કુતિયાણા-રાણાવાવ બન્ને બેઠકોની મતગણતરી સ્‍થળે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. મતગણતરી માટે પોરબંદર અને કુતિયાણા-રાણાવાવ બન્ને બેઠકોની મતગણતરી માટે સરકારી પોલીટેકનીક ખાતે ૧૪-૧૪ ટેબલો રાખવામાં આવ્‍યા છે. દરેક ટેબલે ઉપર ૩ કર્મચારીઓ રહેશે. મતગણતરી માટે ૧પ૦ થી વધુ કર્મચારીઓ ઉપરાંત ર૦ ટકા કર્મચારીઓને રીઝર્વમાં રાખવામાં આવ્‍યા છે.

(1:48 pm IST)