સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th December 2022

કૃષિમંત્રી બીજી વખત ચૂંટાતા નથી તેવી માન્‍યતાને રાઘવજીભાઇ પટેલ ખોટી પાડશે

વડાપ્રધાનનાં ખેડૂતોની આવક બમણી કરવાનાં સંકલ્‍પને વધુ સ્‍વીકાર કરાશે

રાજકોટ, તા. ૬ : ખેડુતોના હિતની દરકાર કરતાં ખેડૂત નેતા અને કળષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે તમામ મોરચે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે પોતાની જાતને સમર્પિત કરેલી છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તેમજ ગળહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન તથા મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં ખેડૂતોના પશ્નોનું નિરાકરણ કઇ રીતે આવે તે દિશામાં સતત પુરૂષાર્થ કરી  રાઘવજી પટેલ ખેડૂતોના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સફળ થયેલ છે.

કળષિ મંત્રી બીજી વખત જીતતા નથી તેવી  માન્‍યતાને જંગી બહુમતીથી જીત મેળવીને  રાઘવજીભાઇ પટેલ ખોટી ઠેરવશે. આ ચૂંટણીમાં ભાજપનો જંગી બહુમતીથી વિજય થવાની આશા તેઓએ વ્‍યક્‍ત કરી છે

કળષિ મંત્રીએ રાજયના ખેડૂતો તેમજ પશુપાલકોને સહાય યોજનાઓ થકી બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, પશુ આરોગ્‍ય જેવી  જરૂરિયાતો યોગ્‍ય રીતે પુરી પાડવા પુરૂષાર્થ કરેલ છે. જેથી ખેડૂતો તરફથી કોઇ આંદોલનો કે ઉગ્ર માંગણીઓ  થયેલ નથી.

પાક નુકશાનમાં રાહત આપવા માટે  અલગ અલગ કળષિ રાહત પેકેજ જાહેર કરેલ હતાં. તે દરમ્‍યાન રૂપિયા ૩,૭૨૫ કરોડની ચુકવણી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવેલ હતી.

પશુપાલન મંત્રી તરીકે રાઘવજીભાઇ પટેલના ધ્‍યાનમાં એ બાબત હતી કે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો તેને નિભાવવા માટે મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા છે. તેને ન્‍યાય આપતા ગૌશાળા પાંજરાપોળના નિભાવ માટે સરકાર તરફથી મદદરૂપ થવા રૂપિયા ૫૦૦ કરોડની ગૌમાતા પોષણ યોજના કરેલ હતી.

(3:52 pm IST)