સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th February 2023

અગરિયા પરિવારને પ૦ મિલિયન ડોલર સહાય અપાશે : હિલેરી ક્‍લિન્‍ટન

‘‘સેવા'' સંસ્‍થાની ગ્રામીણ સહાય પહેલના ભાગરૂપે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીની ધ્રાંગધ્રા પંથકના અગરિયાઓ સાથે મુલાકાત

વઢવાણઃ હિલેરી ક્‍લિન્‍ટને આજે સુરેન્‍દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા પંથકના અગરિયાઓ સાથે મુલાકાત કરી હતી. (તસ્‍વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૬: આજે ધાંગધ્રા પંથકમાં આવેલા કુડાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારની મુલાકાત લેવા અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્‍વિન્‍ટલ પહોંચ્‍યા છે અને રણમાં કામ કરતા અગરિયાઓ અને તેમના પરિવારજનોને તે મળ્‍યા છે ખાસ કરીને જે સેવા સંસ્‍થા રૂપીજે કામ કરી રહી છે તે આગળ ધપાવા નો પ્રયાસ અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ હાથ ધર્યો છે.

હરણમાં અગરિયાઓની મુલાકાત લઈને તેમની પડતી હાલાકી અને સુવિધા મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે આ જ મામલે રણની મહિલાઓ સાથે પણ સંવાદ કર્યો છે ત્‍યારે આગામી દિવસોમાં રણના અગરિયાઓના અને તેમના પરિવારના વિકાસ માટે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી દ્વારા ૫૦ મિલિયન ડોલર સહાય ચૂકવવાની જાહેરાત મુલાકાત દરમિયાન જ તેમને કરી દીધી છે આ ઉપરાંત જે રણમાં કામ કરતી મહિલાઓ છે તેમના સુચનો પણ મંગાવવામાં આવ્‍યા છે અગરિયાઓનો કેવી રીતે વિકાસ થાય અને કેવી રીતે અગરિયાઓ સારું જીવન ધોરણ જીવી શકે તેવા સુજાવ મંગાવવામાં આવ્‍યા છે તે પ્રકારે સેવા નામની સંસ્‍થા છે તે કામ કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

ત્‍યારે અન્‍યત્ર જમ્‍મુ કશ્‍મીર લદ્દાખ મહારાષ્‍ટ્ર ઓરિસ્‍સા ગુજરાત સહિત સેવા સંસ્‍થા સાથે જોડાયેલી મહિલાઓ પણ અગરિયાઓની મુલાકાતે પહોંચી છે અન્‍યત્ર જાહેરાતમાં રણમાં ૨૪ કલાક વીજળી મળે તે માટે સોલાર પ્‍લાન્‍ટ ઊભા કરવા અંગેના સુજાવો પણ મંગાવવામાં આવ્‍યા છે ત્‍યારે આજ મામલે રણમાં પાકતું મીઠું કેવી રીતે પાકે છે તે અંગેનો તાગ પણ અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી દ્વારા મેળવવામાં આવ્‍યો છે અંદાજિત ત્રણ કલાક જેટલો સમયગાળો રણમાં પૂર્વ વિદેશ મંત્રીએ વિતાવ્‍યો છે રણની જે સમસ્‍યાઓ છે તે ગ્રાઉન્‍ડ લેવલ ઉપરથી તેમણે જાણી છે.

રણના વિકાસ માટે અને ખાસ કરી અગરિયાઓના જીવન ધોરણ સુધરે અને તેમના બાળકોને શિક્ષણ મળે સુવિધા મળે અને મહિલાઓ વિકાસશીલ બને અને અવનવી પ્રવળત્તિઓ સાથે જીવન ધોરણમાં તેમની સુધારો થાય તે પ્રકારે સેવા સંસ્‍થા અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી ની સાથે કામ કરશે તેવું પણ જણાવવામાં આવ્‍યું છે.(

(12:22 pm IST)