સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th February 2023

પોરબંદરઃ બાળાને ભગાડી જવાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

પોરબંદર તા.૭ : સગીરવયની છોકરીને ભગાડી જવાના ગુનામાં આરોપી પ્રેમીને કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ થયો  છે.

રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં ર૦ર૧માં ફરીયાદી માતાએ લખાવેલીહ તી. કે પોતાની સગીર વયની દિકરીને લલચાવી ફોસાલવીને ડૈયર ગામના રબારી જગદીશ સુદાભાઇ મકવાણા ભગાડી ગયેલ છે અને તે અન્‍વયે રાણાવાવ પોલીસ દ્વારા જગદીશનીધ રપકડ કરી જેલ હવાલે કરેલો હતો. અને ત્‍યારબાદ તેને કોર્ટ દ્વારા જામીન ન મળતા જેલમાંથી જ તેનો કેસ ચાલેલો હતો અને તેઓના એડવોકેટ ભરતભાઇ લાખાણી દ્વારા આરોપી જેલમાં હોવાના કારણે તાત્‍કાલીક કેસ ચલાવવા વિનંતીક રતા નામદાર કોર્ટ દ્વારા ટ્રાયલ ચલાવી રેકર્ડ ઉપરના સાક્ષીઓના નિવેદનો લઇ તેમજ ડોકટરનો અભિપ્રાય તથા પંચનામાઓ સંબંધેના પંચોને તેમજ લાગતા વળગતા સાહેદોને તપાસવામાં આવેલા  હતાં. પરંતુ આ કામમાં ભોગ બનનાર સગીરા દ્વારા આરોપી જગદીશ મકવાણા વિરૂધ્‍ધ કોઇ જુબાની ન આપતા અને તે રીતે નામદાર કોર્ટ દ્વારા રેકર્ડ ઉપરના પુરાવાઓ ધ્‍યાને લઇ તેમજ જુબાનીઓ તથા દસ્‍તાવેજી પુરાવો ધ્‍યાને લઇ આ કામના આરોપીને કે જે પણ સાવ યુવાન હોય તેને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આક ામમાં આરોપી વતી પોરબંદરના એડવોકેટ દિપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્‍દ્ર પાલા, નવઘણ જાડેજા, તથા કિશન ગોહેલ વિગેરે રોકાયેલા હતા.

(1:23 pm IST)