માળીયામિંયાણા-અમદાવાદ હાઇ-વે ઉપર ધુમ્મસના કારણે વાહનો અથડાતા એક ગંભીર : ૩ને ઇજા
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૭: ધુમ્મસના કારણે વિજીબિલિટી ઘટી જતાં અણીયારી ટોલનાકે એક બાદ એક ૩૦ વાહનો અથડાયાધૂમમ્સને કારણે અકસ્માતની હારમાળા બાદ ટ્રાફિક જામ. માળીયા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક આજે વહેલી સવારે ગાઢ ધૂમમ્સને કારણે એક પછી એક ૩૦ વાહનો અથડાતા અકસ્માતની હારમાળા સર્જાઈ હતી અને આ અકસ્માતમાં ૧ વ્યક્તિને ગંભીર જયારે ચાર વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાની વિગતો બહાર આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે માળીયા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક આજે વહેલી સવારે ગાઢ ધૂમમ્સને કારણે અકસ્માતની હારમાળા સર્જાઈ હતી જેમાં એક પછી એક નાના મોટા ૩૦ વાહનો અથડાતા હાઇવે ઉપર બન્ને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. દરમિયાન અકસ્માતોની ઘટના અંગેની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક અને માળીયા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવવા કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ૧ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી જયારે અન્ય ૩ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. ૧ ગંભીર, ૪ને સામાન્ય ઇજા થઇ હતી. (તસ્વીર-અહેવાલ : પ્રવિણ વ્યાસ -મોરબી)