સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th April 2021

જૂનાગઢના મજેવડીમાં ભાલાના ઘા ઝીંકી ગૌવંશની હત્યા

અજાણ્યા શખ્સોના કૃત્યથી રોષ : ગુન્હો નોંધીને તપાસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૭ : જૂનાગઢના મજેવડીમાં ભાલાના ઘા ઝીંકી અજાણ્યા શખ્સે ગૌવંશની હત્યા કરી નાંખતા ગામ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

જૂનાગઢ તાલુકાના મજેવડી ગામે ગઇકાલે સાંજે રખડતા ગૌવંશ-ખુટીયાને લાકડામાં ફીટ કરી બાદમાં અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર ભાલા વડે ખુટીયાના પેટમાં જમણી બાજુ ઘા મારી લોહીલોહાણ કરી મુકયો હતો.

ક્રુર રીતે ભાલાના ઘા ઝીંકવામાં આવતા ગૌવંશ-ખુટીયા ગંભીર ઇજા થવાથી તરફડીને મરી ગયો હતો.

આ ઘટનાથી ગામ લોકોમાં અરેરાટી સાથે રોષ ફાટી નીકળ્યો હતો.

જૂનાગઢ તાલુકાના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન. આર. ભેટારીયાએ ફરિયાદ બની અજાણ્યા શખ્સ સામે ગૌવંશની હત્યાનો ગુનો નોંધાવીને તપાસ હાથ ધરી છે.

(12:39 pm IST)