સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

સાંકળી ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત

 જામજોધપુર : નિલકંઠ ઇન્ટરનેશન સ્કુલ, શ્રીસ્વામિનારાયણ આશ્રમ તિર્થધામ સાંકળી ખાતે સંસ્થાના સ્થાપક કોઠારી સ્વામીશ્રી વિવેકસાગર દાસજીના સંપૂર્ણ માર્ગદર્શનથી સંસ્થાના મુખ્યદાતા અવિનાશભાઈ આર. બદિયાણીના અથાગ પરિશ્રમથી દાનવિર દાતાના સહયોગથી આર.પી.બદિયાણી કોવિડ કેર સેન્ટરની મુલાકાત સાંસદ રમેશભાઈ ધડૂક તથા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીના સભ્ય ચેતનભાઇ રામાણી, રાજકોટ ભુપેન્દ્ર રોડ મંદિરથી કોઠારી સ્વામી પૂ.રાધારમણ દાસજી વિસાવદરથી પૂ.આનંદસ્વામી,તથા રાજુભાઇ મીરા પ્રીન્ટવાળા, જીતુભાઈ બદિયાણી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રદિપભાઇ ભાખર, યોગેશ નાયડુએ સંસ્થા વતી બધાને આવકાર્યા હતા તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : દર્શન મકવાણા, જામજોધપુર)

(10:08 am IST)