સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

લાઠીમાં સગાની ખબર કાઢવા જઇ રહેલા જીતેન્દ્રભાઇ ગોહેલનું બાઇકની ઠોકરે મોત

રાજકોટ તા. ૭: અમરેલીના લાઠીમાં બસ સ્ટેશન પાસે પગપાળા જઇ રહેલા પ્રોૈઢ બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

લાઠીમાં રહેતાં જીતેન્દ્રભાઇ ધરમશીભાઇ ગોહેલ (ઉ.વ.૫૦) ગઇકાલે ઘરેથી ચાલીને દવાખાને સગાની ખબર કાઢવા જઇ રહ્યા હતાં ત્યારે બસ સ્ટેશન પાસે અજાણ્યા બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં ત્રણ પુત્ર છે. પોલીસે બાઇક ચાલક અંગે તપાસ હાથ ધરી છે.

(11:11 am IST)