સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

મોરબીના ચકમપર, જીવાપર, અણીયારી સહિતના ગામોમાં માસ્ક-સેનેટાઈઝર વિતરણ કર્યા :યુવા અગ્રણી અજયભાઈ લોરિયાનો અવિરત સેવાયજ્ઞ ચાલુ

મોરબી : કોરોના મહામારીના પ્રારંભથી જ મોરબીના યુવા અગ્રણી અજયભાઈ લોરિયા અનેકવિધ સેવાકાર્યો કરી રહ્યા  છે ગામડે ગામડે તેઓ માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરતા હોય જેમાં તાજેતરમાં ચકમપર, જીવાપર, અણીયારી અને રાપર ગામમાં માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કર્યા હતા

 યુવા અગ્રણી અને જીલ્લા પંચાયતના સદસ્ય અજયભાઈ લોરિયા કોરોના મહામારીમાં સેવાકાર્યો કરી રહ્યા છે તેમની ટીમ ખડેપગે રહીને સેવાકાર્યમાં જોડાયેલી છે ત્યારે મોરબીના ચકમપર, જીવાપર, અણીયારી અને રાપર ગામની મુલાકાત લીધી હતી જ્યાં ગામોમાં ૮૦૦૦ માસ્ક અને ૨૫૦૦ સેનેટાઈઝર વિતરણ કર્યા હતા

(10:47 pm IST)