સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th May 2022

જુનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે લક્ષ્મણભાઇ યાદવ બિનહરીફ

જુનાગઢ : જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. જુનાગઢ તેમના કાર્યક્ષેત્રના ગીર  સોમનાથ જિલ્લો તથા પોરબંદર જિલ્લાના કાર્યક્ષેત્રના બોર્ડ ઓફ ડીરેકટર્સશ્રીઓમાંથી હોદેદારોમાંથી ચુંટણી સતાધિકારીઅને પ્રાંત ઓફિસરે નિમણુંક કરેલી ચુંટણી અધિકારી તરીકે મામલતદાર શ્રી (શહેર) જુનાગઢના પ્રમુખ સ્‍થાને સંસ્‍થાની મુખ્‍ય કચેરીએ ચુંટણી યોજવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે લક્ષ્મણભાઇ રામભાઇ યાદવ ફોર્મ ભરેલ અન્‍ય કોઇ ફોર્મ આવેલ ન હોય જેથી પ્રમુખ તરીકે બીનહરીફ ચુંટાયેલ જાહેર કરતા સળંગ સાત વર્ષથી સંસ્‍થાના પ્રમુખ તરીકે હોદેદારો સંભાળેલ છે.

ત્‍યારબાદ ઉપપ્રમુખ તરીકે જયેશભાઇ બી. ગુંદાગીયાએ ફોર્મ ભરેલ અન્‍ય ફોર્મ ન આવતા બીનહરીફ ઉપપ્રમુખ ચુંટાયેલ જાહેર કરેલ તે આ ચુંટણીમાં સંસ્‍થામાં બીજીવાર ઉપપ્રમુખ તરીકે હોદેદારો સંભાળેલ છે.

ચુંટણી સભામાં  ગુજરાતના પુર્વ મંત્રી તેમજ જુનાગઢ જિલ્લા બેંકના માજી પ્રમુખ તેમજ જુનાગઢ જિલ્લા બેંકના માજી પ્રમુખ જેઠાભાઇ પાનેરા તેમજ જુનાગઢ જિલ્લા બેંકના ઉપપ્રમુખ મનુભાઇ એલ. ખુંટીત ેમજ સહકારી આગેવાનો ઉપસ્‍થિત રહેલ. આ રીતે જુનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.માં તમામ ડીરેકટર્સશ્રીઓ તથા હોદેદારો બીનહરીફ ચુંટાયેલ છે.

(12:20 pm IST)