સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

મોરબી જીલ્લામાં આજે ૮ કેસ પોઝીટીવ : એક્ટીવ કેસ ૪૬ થયા

જીલ્લામાં સતત વધતા જતા કેસને લઈને આરોગ્ય વિભાગ સાવચેતી રાખવા માટે મોરબીવાસીઓને અપીલ કરી .

મોરબી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તો બુધવારે ૮ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં મોરબી શહેર અને તાલુકામાં કેસ નોંધાયા છે જેથી એક્ટીવ કેસની સંખ્યા ૪૬ પર પહોચી છે
મોરબી જિલ્લામાં કોરોનાના કેસનો આંક સતત વધી રહ્યો છે જેમાં બુધવારે ૮ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૪ અને શહેરમાં ૨ કેસ પોઝીટીવ નોંધાયા છે તો વધુ ૨ દર્દી સાજા થયા છે સતત કેસ વધતા એક્ટીવ કેસનો આંક ૪૬ પર પહોચ્યો છે તો આજદિન સુધીમાં કુલ પોઝીટીવ કેસ ૧૦૮૩૮ નોંધાયા છે જેમાંથી ૧૦૪૪૩ દર્દીઓ સાજા થયા છે અને ૯૫ દર્દીઓ મૃત્યુ પામ્યા છે મોરબી જીલ્લામાં સતત વધતા જતા કેસને લઈને આરોગ્ય વિભાગ સાવચેતી રાખવા માટે મોરબીવાસીઓને અપીલ કરી છે.

(9:55 am IST)