સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

મોરબીમાં પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ધો. 1 થી કોલેજના 85 વિદ્યાર્થીઓ તેમજ સમાજના 25 કોરોના વોરિયર્સના સન્માન કરાયા .

મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા ધો. 1 થી કોલેજ સુધીના તેજસ્વી 85 વિદ્યાર્થીઓ તેમજ 25 જેટલાં કોરોના વોરિયર્સ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ અને રમતગમત ક્ષેત્રે વિશેષ્ટ સિદ્ધિઓ મેળવનારને સન્માનિત કરવામાં આવ્યા હતા
વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા સમાજના દાતાઓના સહયોગથી મોરબી, માળીયા, ટંકારા, હળવદ તેમજ તેની આજુબાજુના વિસ્તારના વરિયા પ્રજાપતિ સમાજના ધોરણ 1 થી કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ભવાની પાર્ટીપ્લોટ મુકામે યોજાયો હતો આ સન્માન સમારોહમાં પ્રજાપતિ સમાજના કોરોના વોરિયર્સ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સહીતના હસ્તે કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરી ખુલો મુકાયો હતો અને સમિતિ દ્વારા તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમમાં સમાજના બાળકલાકારો દ્વારા પ્રેણાત્મક અને અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા તેમજ હાલ વધતા જતા સાયબર ક્રાઇમના બનાવો અંગે એલસીબી પોલીસની સાયબર ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી અને મોરબીને હરિયાળું બનાવવા 500 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના થાન, વાંકાનેર, રાજકોટની શિક્ષણ સમિતિના સભ્યો તેમજ સમાજના અગ્રણીઓ આગેવાનો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બંનાવવા શિક્ષણ સમિતિ મોરબીના યુવા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

(10:17 am IST)