મુન્દ્રાના બારોઇ રોડ પર આવેલ નવા પોલીસ સેવા કેન્દ્રનો પ્રારંભ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૭ : કચ્છના બંદરીય શહેર મુન્દ્રા મધ્યે બારોઈ રોડ ઉપર નવા પોલીસ સેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે મુન્દ્રા બારોઇ નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમારે જણાવ્યું હતું કે, પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક થયું છે. પોલીસ સ્ટેશનના કારણે બારોઇ રોડ પર ટ્રાફિકનો પ્રશ્ન હલ થશે. તેમણે મુન્દ્રા પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદી ને શુભેચ્છાઓ આપીને મુન્દ્રામાં સીસી ટીવી કેમેરા લગાવવા અંગે વાત કરી હતી.
આ પ્રસંગે પોલીસ સેવા કેન્દ્રના દાતા સુરેશભાઈ ઠક્કર અને મહેન્દ્રભાઈ ઠક્કર તેમજ સુરેશ સોધમનું એસ પી સૌરભ સિંઘે સન્માન કર્યું હતું.
પ્રસંગે એસ પી સૌરભ સિંઘ એ જણાવ્યું કે દરબારમાં આ પોલીસ સેવા કેન્દ્ર ની બે વર્ષ થી રજૂઆત મળી હતી. આ પોલીસ ચોકીથી ઘણા પ્રશ્નો હલ થશે તેમજ મુન્દ્રા પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદીને એસ પી એ અભિનંદન પાઠવ્યા હતા તથા બંને દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
મુન્દ્રામાં ઇન્ડસ્ટ્રીઝ ખુબ જ આવી રહી છે અને વસ્તી પણ વધી છે ત્યારે આ પોલીસ સેવા કેન્દ્રના પોલીસ બાઈક પેટ્રોલિંગથી ક્રાઇમ થતું અટકશે.
આ મુન્દ્રામાં સીસીટીવી કેમેરા વિશ્વાસ ફેસ ૨ મંજુર થઈ ગયા છે અને સીસીટીવી કેમેરાનો મેન્ટેન્સ ખર્ચ સરકાર ભોગવશે તથા મકાન માલિકો ને ભાડુઆતો ની માહિતી પોલીસને આપે નહિતર કડક કાર્યવાહી કરાશે.
આજના પ્રસંગે મુન્દ્રા પી આઈ હાર્દિક ભાઈ ત્રિવેદી એ એસ પી સૌરભ સિંઘનું સન્માન કર્યું હતું. તેમજ મુન્દ્રા સુધરાઈ ના પ્રમુખ કિશોર સિંહ પરમાર અને કોસ્ટલ પોલીસ મથક ના પી એસ આઈ ગિરીશ ભાઈ વાણીયા, મુન્દ્રા પી એસ આઈ જી જે જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું..
બારોઇ રોડ પરનો મુન્દ્રા પોલીસ સ્ટેશન નો આ પોલીસ સેવા કેન્દ્ર કચ્છનો પ્રથમ સોલાર સિસ્ટમથી સજ્જ પોલીસ સેવા કેન્દ્ર છે અને વાવાઝોડા કે વીજળી સમયે આ સોલાર સિસ્ટમ ને નુકસાન નહીં થાય. તેમજ પોલીસ સેવા કેન્દ્ર ના પ્રાંગણમાં થ્રિડી જેવી લાગતી ટાઇલ્સ લગાડાઈ છે તેવી માહિતી આપી હતી.
મુન્દ્રા પોલીસ મથકના સંજયસિંહ જાડેજા, મહીપતસિંહ વાઘેલા, રવજી ભાઈ આહીર, જયેન્દ્રસિંહ ઝાલા, મથુરજી કુડેચા, તેમજ સમસ્ત પોલીસ ટીમ હાજર રહી હતી. મુન્દ્રા સુધરાઈના કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીર, ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પાટીદાર, અબ્દુલ રહીમ ખત્રી, સંજય સોની, ભાજપના પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી, કુલદીપ સિંહ જાડેજા, ધમભા ઝાલા, ભોજરાજ ગઢવી, શક્તિ સિંહ જાડેજા, કોંગ્રેસના કપિલ કેસરિયા તેમજ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.