સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

ભુજના એરપોર્ટ રોડ ઉપર પાણીના નવા ટાંકાનું લોકાર્પણ

(વિનોદ ગાલા દ્વારા) તા. ૭ : વિધાનસભા અધ્‍યક્ષ ડો.નીમાબેન આચાર્યે ભુજના એરપોર્ટ રોડ ઉપર હિલગાર્ડન નજીક પાણીના નવા ટાંકાનું લોકાર્પણ કર્યુ હતું. અટલ મિશન રેજુવેનેશન એન્‍ડ અર્બન ટ્રાન્‍સફોર્મેશન- અમૃત યોજના અંતર્ગત ભુજ ખાતે રૂ.૨૦ કરોડના પાણી વિતરણના વિવિધ પ્રકલ્‍પો પૈકી આજે રૂ.એક કરોડના ખર્ચે હીલગાર્ડન ખાતે ૫૦ લાખ લિટર ક્ષમતાના પાણી સંપનું લોકાર્પણ કરાયું હતું. જેનાથી ભુજની પાણીની સગવડ વધશે. લોકાર્પણથી પાણીની સગવડ વધશે તો પણ જરૂર પુરતું પાણી વાપરીએ પાણી વેડફીએ નહીં તેવી અધ્‍યક્ષે હિમાયત કરી હતી.

લોકઉપયોગી વિકાસકામો અધિકારીઓના અને પ્રજાના સહયોગથી ઝડપથી પૂર્ણ કરવાનો નિર્ધાર અધ્‍યક્ષે આ તકે રજુ કર્યો હતો.ᅠ

આ તકે ભુજના નગરપતિ ઘનશ્‍યામભાઇ ઠકકરે ભુજ નગરજનોની પાણી સગવડ વધ્‍યાનો તેમજ આગામી વિકાસ કામોની રજુઆત કરી હતી. આગામી સમયમાં પાણીના સ્‍ટોરજ માટે ભુજના આજુબાજુના વિસ્‍તારમા ડેમ બનાવવાની વાત કરી હતી. આભાર વિધી નગરના ઉપપ્રમુખ રેશ્‍માબેન ઝવેરીએᅠ કરી હતી.

આ પ્રસંગે નગરપાલિકાના કારોબારી ચેરમેન જગતભાઇ વ્‍યાસ, ચીફ ઓફિસર જીગરભાઇ પટેલ, વોટર સપ્‍લાય કમિટી ચેરમેન ઘનશ્‍યામભાઇ ઠકકર, દંડક અનિલભાઇ છત્રાળા, શાસકપક્ષ નેતા અશોકભાઇ પટેલ, શિતલભાઇ શાહ, પ્રફુલસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, બાલકૃષ્‍ણ મોતા, ગોદાવરીબેન ઠક્કર અને નગર સેવકો, મોવડીઓ તેમજ પક્ષના અગ્રણીઓ અને નગરજનો આ તકે ઉપસ્‍થિત રહયા હતા.

(10:39 am IST)