સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

મોરબી : બીકોમ સેમ-૦૪ ના પરિણામમાં પી જી પટેલની વિદ્યાર્થીની યુનીવર્સીટી પ્રથમ

વિદ્યાર્થીનીઓની સિદ્ધિ બદલ સંસ્થા પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણે શુભકામનાઓ પાઠવી

મોરબી :સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પરિણામમાં મોરબીની પી.જી.પટેલ કોલેજે ઈતિહાસ સર્જ્યો છે જેમાં B.Com sem-3 બાદ B.Com Sem-4 ના પરિણામમાં પણ પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની યુનિવર્સીટી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને કોલેજ તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે
કોલેજકક્ષાએ પરિણામોમાં મોખરે રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજે ચાલુ વર્ષે B.Com sem-3 બાદ B.Com Sem-4 ના પરિણામમાં પણ યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં B.Com Sem-4 જાહેર કરવામાં આવેલ છે જેમાં મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની સોનાગ્રા જશવંતીબેન માલાભાઈએ સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે ઉપરાંત સોનાગ્રા જશવંતીબેન માલાભાઈ અને કોલેજની અન્ય એક વિધાર્થીની કોટેચા હેલી પરાગભાઈએ Accounting-4 વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરીને પરિવાર, કોલેજ તથા સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.
બંને વિદ્યાર્થીનીઓની સિદ્ધિ બદલ સંસ્થા પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણે ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી.

(10:41 am IST)