પોરબંદરનું સામાજિક જીવન નામની તૈયાર કરાતી જેસીઆઇ દ્વારા ડીરેકટરી
પોરબંદર,તા. ૭ : પોરબંદરમાં અનેક સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજો દ્વારા વિવિધ પ્રકારની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમે છે. જે પોરબંદર માટે ગૌરવની વાત છે. આપણા શહેરની સામાજિક સંસ્થાઓની પ્રવૃત્તિઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા કે જેથી જરૂરિયાતમંદ લોકો એ સેવાનો લાભ લઇ શકે તથા શહેરની દરેક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજો એક બીજાના પરિચયમાં આવે, આપણા સૌમાં વસુધેવ કુંટુંબકમની ભાવના જાગૃત થાય તેવા શુભ હેતુ સાથે જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા પોરબંદરની સામાજીક સંસ્થાઓ તથા જ્ઞાતિ સમાજોની માહિતી દર્શાવતી ડિરેક્ટરી પ્રસિદ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ડિરેક્ટરીમાં જે સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજો પોતાની સંસ્થા અથવા સમાજની માહિતી પ્રસિદ્ધ કરવા ઇચ્છતા હોય તેઓએ એક અઠવાડિયામાં પોતાની સંસ્થાની વિગત જેસીઆઈ પોરબંદરના પ્રમુખ રોનક દાસાણીના મોબાઈલ નંબર ૮૭૩૩૯૧૭૫૭૬ ઉપર સંપર્ક કરી મોકલી આપવા યાદીમાં જણાવાયું છે.