સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

જૂનાગઢઃ કેશોદના અગતરાયથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ

જૂનાગઢ, તા.૭: જૂનાગઢ જિલ્લામાં કેશોદના અગતરાય ગામથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો જિલ્લા પંચાયતના -મુખ શ્રીમતી શાંતાબેન ખટારીયાએ શુભારંભ કરાવ્‍યો હતો. આ પ્રસંગે વિકાસ કામોના લોકાર્પણ ખાતમહૂર્તની સાથે જન કલ્‍યાણકારી યોજનાઓના લાભોનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે અગતરાય ગામમાં રૂપિયા ચાર લાખના પેવર બ્‍લોકના કામનું ખાતમહુર્ત તથા ૧૫માં નાણાપંચના અનુદાનમાંથી રૂ. પાંચ લાખના અગતરાય ગામમાં સીસીટીવીની સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

 જેમાં ગુજરાતના છેલ્લા ૨૦ વર્ષની વિકાસ ગાથા દર્શાવતી ફિલ્‍મ પણ મોટી સંખ્‍યામાં ગ્રામજનોએ નિહાળી હતી. આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયાએ જણાવ્‍યું કે, છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતમાં અવિરત વિકાસયાત્રા ચાલી રહી છે. ઈમરજન્‍સી સેવા માટેની ૧૦૮ યોજના, ગંભીર બીમારીઓ સામે આરોગ્‍ય કવચ પૂરી પાડતી પૂરું પાડતી પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના, ખેડૂતોને વાર્ષિક ? ૬૦૦૦ની સહાય અને  રૂ.૩ લાખ સુધીનું ધિરાણ ઝીરો ટકા વ્‍યાજે પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમ જ કેન્‍દ્ર રાજ્‍ય સરકારે ગ્રામીણ વિકાસ માટે પણ મતભર અનુદાન ફાળવ્‍યું છે. તેમ જ ધારાસભ્‍ય અરવિંદભાઈ લાડાણીએ છેલ્લા ૨૦ વર્ષમાં ગૂજરાત સરકારે ગરીબ મધ્‍યમ વર્ગનો ઉત્‍થાન કરતી જન કલ્‍યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડયાની વાત કરી હતી.

જેમાં જયેશભાઈ બદાણી, દલસુખભાઈ મોરડીયા, ભાવેશભાઈ ત્રિવેદીનું મહાનુભાવો દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્‍ય શ્રી વંદનાબેન મકવાણા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લાભુબેન પીપળીયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ દેત્રોજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, નાયબ  વન સંરક્ષક શ્રી સુનિલ બેરવાલ, કેશોદ તાલુકા પંચાયતના ઉપ-મુખ શ્રી દેવાભાઈ ખાંભલા, અગતરાય ગામના સરપંચ શ્રી રાજુભાઈ મોરડીયા, અગ્રણી શ્રી -વીણભાઈ ભાલાળા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

વંદે ગુજરાત વિકાસ યાત્રાથી ગ્રામજનોને યોજનાઓનો લાભ લેવા પ્રેરિત : ભીખુભાઈ હિંગોરા

જૂનાગઢ, તા.૭: વંદે ગુજરાત વિકાસ યાત્રાના આગમનથી ગ્રામજનોમાં એક અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો છે. ખાસ કરીને આ વંદે ગુજરાત વિકાસ યાત્રાના માધ્‍યમથી લોકોને છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કરાયેલા વિકાસના કામોથી અવગત થઈ રહ્યા છે. સાથે અહીંયા કળષિ, પશુપાલન, આરોગ્‍ય સહિતના વિભાગની યોજનાઓની જાણકારી આપવામાં આવી રહી છે. ઉપરાંત, પોષણક્ષમ વાનગીઓનું નિદર્શન, નિશુલ્‍ક આરોગ્‍ય તપાસણી, આયુષ્‍માન કાર્ડ કઢાવવાની વ્‍યવસ્‍થા અને વેક્‍સિન માટેની સુવિધા રાખવામાં આવી છે.

આમ, આ વંદે ગુજરાત વિકાસ યાત્રાના માધ્‍યમથી લોકો જનકલ્‍યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે પ્રેરિત થઈ રહ્યા છે. સાથે સરકારશ્રીની અન્‍ય સેવાઓનો પણ લાભ મેળવી રહ્યા છે. તેમ અગતરાય ગ્રામ પંચાયતના સદસ્‍ય ભીખુભાઇ હિંગોરાની યાદીમાં જણાવાયુ છે.

(11:12 am IST)