સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

ફલ્લા, હડીયાણા-૧ાા, મોટી બાણુગાર, પીઠડ, લતીપુર, વાંસજાળીયા, જામનગરમાં ૧ ઇંચ

હાલાર ઉપર મેઘો મહેરબાનઃ કંકાવટી ડેમ-૧ાા ઇંચ સહિત જળાશયો ઉપર પણ વરસાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૭ :.. હાલાર ઉપર મેઘો મહેરબાન હોઇ સતત ધીમી ધારે વરસાદ વરસતો રહે છે.
છેલ્લા ર૪ કલાકમાં જામનગર-ર૯, જોડીયા-૧૩, ધ્રોલ-૧૭, લાલપુરમાં બે મી. મી. વરસાદ નોંધાયો છે. જયારે વસઇ-૧૦, લાખાબાવળ-પ, મોટી બાણુંગાર-રપ, ફલ્લા-૪૦, દરેડ-પ, હડીયાણા-૪૦, બાલંભા-૧૭, પીઠડ-રપ, લતીપુર-ર૧, લૈયારા-૪, વાંસજાળીયા-ર૬, મોડપર-૧ તથા ડબાસંગમાં ૧૦ મી. મી. વરસાદ પડયો છે.
જયારે જળાશયોમાં સસોઇ-૧પ પન્ના-ર૦, સપડા-૧પ, ફુલઝરમાં-૧૦, વિજરખી-૧૦, આજી ચાર-૮, રંગમતી-૧૦, કંકાવટી-૪૦, ઉંડવે-ર૦, રૂપાવટી-પ, રૂપારેલ ડેમ ઉપર ૧૦ મી. મી. વરસાદ નોંધાયો છે.

 

(12:02 pm IST)