સવારે કલ્યાણપુર-જુનાગઢ-ખંભાળીયામાં ઝાપટા સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં મેઘાનો ભારે ડોળ
નખત્રાણા-૩, ભૂજ, હળવદ-સવા બે, કલ્યાણપુર-૧ાાા, મહુવા-ર, કેશોદ-૧ાા, ટંકારા, જાફરાબાદ, મુંદરા, વાંકાનેર-ચુડામાં ૧ ઇંચ
રાજકોટ તા. ૭ :.. સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘો જામી ગયો હોય તેમ સર્વત્ર ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારે ૬ થી ૮ માં કલ્યાણપુર-૧૦, ખંભાળીયામાં પાંચ મી. મી., વરસાદ નોંધાયો છે. અને જુનાગઢમાં પણ ઝરમર વરસાદ વરસ્યો છે. જો કે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં મેઘાનો ભારે ડોળ હોઇ ગમે ત્યારે વરસાદ તુટી પડવાની સંભાવના છે.
જયારે છેલ્લા ર૪ કલાકમાં નખત્રાણા-૩, ભૂજ-હળવદમાં સવા બે, કલ્યાણપુર- પોણા બે, મહુવા-બે, કેશોદ-દોઢ, ટંકારા, જાફરાબાદ, મુંદરા, વાંકાનેર, ચુડામાં ૧ ઇંચ પાણી પડી ગયું છે. જે સવાર સુધીનાં આંકડા નીચે મુજબ છે.
અમરેલી
અમરેલી ૫ મીમી
ખાંભા ૬ ''
જાફરાબાદ ૨૪ ''
બગસરા ૮ ''
રાજુલા ૪ ''
લાઠી ૧૪ ''
લીલીયા ૧૬ ''
કચ્છ
અંજાર ૧ મીમી.
ગાંધીધામ ૬ ''
નખત્રાણા ૭૯ ''
ભચાઉ ૪ ''
ભૂજ ૫૪ ''
મુંદ્રા ૨૮ ''
માંડવી ૧૩ ''
રાપર ૧૦ ''
લખપત ૧૦ ''
બોટાદ જિલ્લો
બરવાળા ૪ મીમી
બોટાદ ૩ ''
રાણપુર ૬ ''
દેવભૂમિ દ્વારકા
કલ્યાણપુર ૪૬ મીમી
દ્વારકા ૧૯ ''
ભાણવડ ૩ ''
ખંભાળીયા ૫ ''
સોરઠ
કેશોદ ૩૮ મીમી
જૂનાગઢ ૧૬ ''
ભેંસાણ ૨ ''
મેંદરડા ૧૫ ''
માંગરોળ ૧૧૮ ''
માણાવદર ૪૨ ''
માળીયા હા. ૫૬ ''
વંથલી ૭ ''
મોરબી જીલ્લો
ટંકારા ૨૪ મીમી
મોરબી ૪ ''
વાંકાનેર ૨૭ ''
હળવદ ૫૭ ''
ઝાલાવાડ
ચુડા ૨૦ મીમી
ચોટીલા ૧૫ ''
થાન ૧૫ ''
પાટડી ૪ ''
ધ્રાંગધ્રા ૫ ''
લખતર ૧ ''
લીંબડી ૫ ''
સાયલા ૩ ''
ગોહિલવાડ
ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે માત્ર મહુવામાં બે ઇંચ વરસાદ પડયો છે. જ્યારે ભાવનગર શહેરમાં અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં ઝરમર ઝરમર અને હળવા ભારે ઝાપટા વરસ્યા છે.
આજે સવારના ૬ વાગ્યે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગરના વલ્લભીપુરમાં ૬ મી.મી., ભાવનગરમાં શહેરમાં ૬ મી.મી., તળાજામાં ૯ મી.મી., પાલીતાણા ૭ મી.મી., મહુવામાં ૫૬ મીમી., શિહોરમાં ૬ મી.મી., ઉમરાળામાં ૩ મી.મી., અને ઘોઘામાં ૬ મી.મી. વરસાદ નોંધાયો છે.