સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

ધોરાજી હોસ્‍પિટલમાં દિવ્‍યાંગતાના. સર્ટી આપવાનો કેમ્‍પ યોજાશે

ધોરાજીઃ તા.૭ રાજય સરકાર દ્વારા તાલુકા લેવલના લોકોને જીલ્‍લાની હોસ્‍પિટલોમાં ધક્કા ન ખાવા પડે અને ઘર આંગણે દિવ્‍યાંગ લોકોને સરળતાથી દિવ્‍યાંગતાના સર્ટી મળી રહે તેવા હેતુથી ધોરાજીની સરકારી હોસ્‍પિટલ ખાતે હાડકા, માનસિક, આંખના દિવ્‍યાંગના સર્ટીફીકેટ અપાયા હતા.

આ તકે સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન ડો. રાજ બેટા..ડો. કાલરીયા અને નિષ્‍ણાંત ડોકટરોની ટીમ દ્વારા દિવ્‍યાંગતાના ૧૦૦ કરતા વધારે લોકોને તપાસી દિવ્‍યાગતા મુજબ સર્ટીફીકેટો અપાયા હતા અને તમામ દિવ્‍યાંગ લોકોને અને સાથે આવેલ લોકોને તેજાવાળા અન્નક્ષેત્ર ટ્રસ્‍ટ દ્વારા બપોરનું ભોજન અપાયું હતુ અને માનવ સેવા યુવક મંૅડળ દ્વારા સવારે ચા પાણીની વ્‍યવસ્‍થા કરેલ હતી આ તકે દિવ્‍યાંગ લોકોએ રાજય સરકાર અને ધોરાજીની સરકારી હોસ્‍પિટલની સેવાઓને બીરદાવી હતી અને તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્‍ટના આર.કે.કોયાણી સુરેશભાઇ વઘાસીયા અને સેવકોને ડો.જયેશ વેસેટીયન અને લાભાર્થીઓ આભાર વ્‍યકત કરી સેવાઓને બીરદાવી હતી. 

(12:01 pm IST)